ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે, જાણો હવામાન વિભાગે કયા શહેરમાં કરી હિટવેવની આગાહી
- માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચશે
- કંડલા અને પોરબંદરમાં પણ હિટવેવની આગાહી
- અમદાવાદમાં 36. 6 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.1 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે. જેમાં હવામાન વિભાગે કેટલાક શહેરમાં હિટવેવની આગાહી કરી છે. તેમજ આગ ઝરતી ગરમીની હવામાન વિભાગની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની અગાહી છે. તથા સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ પવન સાથે વધુ ગરમી રહેશે.
આ પણ વાંચો: યાત્રાધામ ડાકોરમાં આજથી લોકમેળાનો પ્રારંભ, ભકતોનું મહેરામણ ઉમટશે
કંડલા અને પોરબંદરમાં પણ હિટવેવની આગાહી
કંડલા અને પોરબંદરમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગરમીની શરૂઆત સાથે જ હિટવેવ અંગે આગાહી કરતાં જણાવ્યું છેકે, આગામી પાંચ દિવસમાં કંડલા અને પોરબંદરમાં હિટવેવની શક્યતા છે. હાલ પોરબંદરમાં તાપમાન 38 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે કંડલામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તેમજ હીટ સાથે એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યુ છેકે, રાજ્યના ઘણાં વિસ્તારોમાં તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. જેમાં છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો, 39.8 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયુ છે. જ્યારે લઘુત્તમ તાપમાન 29.6 ડિગ્રી દ્વારકામાં નોંધાયુ છે. અમદાવાદમાં 36. 6 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.1 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચશે
વિવિધ ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી ગરમીની સાથે ભેજને કારણે અકળાવી મુકી તેવું હવામાન રહેવા મૌસમ વિભાગે આગાહી કરી છે. એકંદરે સમગ્ર રાજ્યમાં ધુળેટી સુધી સુકુ અને ગરમ હવામાન રહેશે. જેના સાથે જ ગરમીમાં વધારો જોવા મળી શકે છે. તેમજ અન્ય વિસ્તારોમાં પણ કાળઝાળ ગરમીની આગાહી છે. માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચશે.