ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, જાણો કયા છે યલો એલર્ટની આગાહી
- ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં હિટવેવની સ્થિતિ
- ગાંધીનગરમાં 42.5, વડોદરામાં 41.4 ડિગ્રી તાપમાન
- અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો
ગુજરાતમાં કાળઝાળ ગરમી શરૂ થઇ ગઇ છે. જેમાં રાજ્યમાં આજે અને કાલે હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં 43.3, કચ્છમાં 43.8 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાં ઉકળાટ રહેશે. તથા મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો છે.
ગાંધીનગરમાં 42.5, વડોદરામાં 41.4 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં 43.3, કચ્છમાં 43.8 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ગાંધીનગરમાં 42.5, વડોદરામાં 41.4 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગરમાં 43, રાજકોટમાં 42.7 ડિગ્રી તાપમાન છે. તેમજ કંડલામાં 41, ડીસામાં 41.3 ડિગ્રી તાપમાન રહેતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વાદળછાયું હવામાન થશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં હિટવેવની સ્થિતિ
ભાવનગરમાં યલો એલર્ટની આગાહી કરાઇ છે. ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં હિટવેવની સ્થિતિ છે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન 41થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. આ ગરમીની વચ્ચે મંગળવારે અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. આવનારા દિવસોમાં પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં આવી વરસાદી પ્રવૃત્તિ જોવા મળશે. સામાન્ય રીતે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત પહેલાં મે મહિનામાં રાજ્યમાં ભારે ગરમી પડતી હોય છે અને દર ઉનાળે ગુજરાતમાં હિટવેવની સ્થિતિ જોવા મળે છે.