ગુજરાતમાં વધ્યો ગરમીનો પ્રકોપ, જાણો સૌથી વધુ તાપમાન કયા શહેરમાં રહ્યું


- ગરમીનો પારો 41 ડિગ્રી નજીક પહોંચવાની સંભાવના છે
- ગાંધીનગરમાં 41, વડોદરામાં 40 ડિગ્રી તાપમાન રહ્યું
- આગામી ત્રણ દિવસ હીટવેવની અસર રહેશે
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. જેમાં સૌથી વધુ તાપમાન અમદાવાદ શહેરમાં રહ્યું છે. તેમજ 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે. તેથી હીટવેવની અસરને કારણે શહેરીજનોને તકેદારી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તથા ગાંધીનગરમાં 41, વડોદરામાં 40 ડિગ્રી તાપમાન રહ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ જાણી રહેશો દંગ
આગામી ત્રણ દિવસ હીટવેવની અસર રહેશે
શહેરમાં 37 ડિગ્રી ઉપર મહત્તમ તાપમાન જાય એટલે હીટવેવની અસર જોવા મળે છે, જેને લઇને પાલિકાએ એકશન પ્લાન બનાવ્યો છે. જેથી આગામી ત્રણ દિવસ હીટવેવની અસરને કારણે શહેરીજનોને તકેદારી રાખવા અપીલ કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, શહેરનું તાપમાન વધશે જેથી ગરમી વધશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. જેમાં 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે. તેમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.3 ડિગ્રી થયુ છે. તથા ગાંધીનગરમાં 41, વડોદરામાં 40 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ સુરતમાં 38, ડીસામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ ભુજમાં 39, કંડલામાં 37.5 ડિગ્રી તાપમાન રહ્યું છે.
ગરમીનો પારો 41 ડિગ્રી નજીક પહોંચવાની સંભાવના છે
અમરેલીમાં 40.4, રાજકોટમાં 40.7 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે. તેમજ 8 શહેરોમાં તાપમાન 39 ડિગ્રી પાર નોંધાયું છે. જેમાં અમરેલી 40.4 તથા રાજકોટ 40.7 તેમજ સુરેન્દ્રનગર 40.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. શહેરના મહત્તમ તાપમાનમાં ઘટાડો છતાં ગરમીનું જોર યથાવત રહ્યું હતું. આગામી ત્રણ દિવસ તાપમાન વધી શકે છે, જેમાં ગરમીનો પારો 41 ડિગ્રી નજીક પહોંચવાની સંભાવના છે.