ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં ગરમીનું જોર યથાવત, આગામી બે દિવસ હિટવેવની આગાહી; અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર

Text To Speech

વૈશાખ મહિનાની ગરમી આ વખતે ભારે આકરી પડી રહી છે. છેલ્લાં એક સપ્તાહથી રાજ્યમાં ખાસ કરીને અમદાવાદ-સુરેન્દ્રનગર જેવા શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે અકળાવનારી આ ગરમીમાં કોઈ રાહત નહીં મળે તેમ જણાવ્યું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર- કચ્છમાં હિટવેવની આગાહી જાહેર કરી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને કચ્છમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બે દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.

રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત, બે દિવસ પછી આંશિક રાહતની શક્યતા
રાજ્યના પાંચ શહેરમાં 43 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયુ હતું. બે દિવસ કાળઝાળ ગરમીને પગલે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગર,પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને કચ્છમાં પણ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે 24 કલાક બાદના ત્રણ દિવસ ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી ઘટવાની શક્યતા છે.

શુક્રવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો 44.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. જ્યારે અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. રાજકોટમાં ગરમીનો પારો 43.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો અમદાવાદમાં ગરમીનો પારો 43.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. કંડલા એરપોર્ટ પર ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે વલ્લભવિદ્યાનગરમાં ગરમીનો પારો 42.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ગાંધીનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રી પર પહોંચ્યો હતો. વડોદરામાં ગરમીનો પારો 41.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જ્યારે ડિસામાં ગરમીનો પારો 41.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ભૂજમાં ગરમીનું તાપમાન 40.9 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે ભાવનગરમાં ગરમીનો પારો 40.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.

Back to top button