અમદાવાદગુજરાતહેલ્થ

હાય ગરમી ગુજરાતમાં ! હજુ રહેજો તપવા તૈયાર

Text To Speech

ઉપર આકાશમાંથી વરસતી અગનજ્વાળાઓ અને નીચે તપેલી ધરતી. આકરા તાપમાં પગ મૂકતા જ તોબા પોકારી ગયેલા લોકો હવે ગરમીથી રાહત મળે તેવી રાહ જોઈ રહ્યા છે. પરંતુ, ગુજરાતીઓને આકરા તાપમાં તપવા માટે હજુ પણ રહેવું પડશે તૈયાર. રાજ્યમાં ગરમીથી હાલ રાહત નહીં મળે. આગામી દિવસોમાં રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત રહેશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. પશ્ચિમ-ઉત્તર તરફના પવનો ફૂંકાતા તાપમાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં હજુ પડશે આકરો તાપ
હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 48 કલાક અમદાવાદનું તાપમાન 44 ડિગ્રી યથાવત રહેશે. હવામાન વિભાગનું માનીએ તો, આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે. ત્યારબાદ, તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે.

8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર

રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. તો વડોદરામં સૌથી વધુ 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, ડીસા, પાલનપુર, રાજકોટ, ભુજ અને નડાબેટમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર છે.જેમાં વડોદરામાં સૌથી વધુ 46 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગરમાં 45 ડિગ્રી, ડીસા-પાલનપુરમાં 43 ડિગ્રી, રાજકોટ-ભુજમાં 41 ડિગ્રી તો નડાબેટમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે, ભાવનગરમાં 39 ડિગ્રી, સુરતમાં 38 ડિગ્રી અને જામનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગરમીથી બચવાના ઉપાય
1) તેજ ગરમ હવામાં બહાર નીકળવાનું ટાળવું
2) ઉઘાડા શરીર અને પગે ગરમીમાં ન નીકળવું
3) ગરમીમાં બહાર નીકળવાનું થાય ત્યારે માથે ટોપી પહેરવી જોઈએ
4) ગરમીમાં બહાર નીકળો ત્યારે ખુલ્લા કપડા પહેરવા જોઇએ
5) સિથેટિંક,નાયલોન અને પોલિસ્ટરના કપડા ન પહેરવા જોઇએ
6) ઘરથી બહાર નીકળો ત્યારે ગરમીમાં લાંબો સમય ભુખ્યા પેટે ન રહેવું જોઇએ
7) ગરમીમાં બહાર નીકળતી વખતે ચશ્મા પહેરીને બહાર નીકળવું જોઇએ
8) આંખોનું ધ્યાન રાખવું, વારંવાર આંખોને ઠંડા પાણીથી ધોવી જોઇએ.
9) ગરમીમાં વધુ પરસેવો થયો હોય તો તરત જ ઠંડુ પાણી ન પીવું, સાદુ પાણી ધીરે-ધીરે પીવું
10) ગરમીથી બચવા દિવસમાં બે ત્રણ વાર ઠંડા પાણીથી સ્નાન કરવું
11) ઘરે પણ ગરમીથી બચવા ઠંડક રહે તે માટે પડદા અને કુલર વગેરેનો ઉપયોગ કરવો
12) જો તમને લૂ લાગે તો ડુંગળીને પીસીને તેનો લેપ કરવાથી લાભદાયક રહે છે

જ્યારે વ્યક્તિને લૂ લાગે ત્યારે માથાનો દુઃખાવો, થાક, ઉલટી, તાવ વગેરે લક્ષણો જોવા મળે છે. ઉપરાંત ડિહાઇડ્રેશનની સમસ્યા પણ સર્જાય છે. આ ઉપાયોની મદદથી તમે હિટ સ્ટ્રોકથી બચી શકો છો.

લૂથી બચવા આટલું કરો
1) દિવસમાં 3થી 4 લીટર પાણી પીવું જોઈએ
2) સાદા પાણીને બદલે તેમાં લીંબુ, પુદીના, ચિયા શીડ્સ ઉમેરીને પીવા જોઈએ
2) છાશ, સરબત સહિત અન્ય પીણા પીવા જોઈએ
3)માખણ, જવની રોટલી, ડુંગળી સલાડ તરીકે લેવું જોઈએ
4) ભોજનમાં સલાડ, છાશ, દહીંનો ઉપયોગ કરવો જોઇએ
5) ઠંડા પાણીથી સ્નાન કરવાનો આગ્રહ રાખો અને શરીરનું તાપમાન વધે નહીં તેનો ખ્યાલ રાખો
6) લૂ લાગી હોય તો વરિયાળીના રસનો ઉપયોગ કરી શકાય
7) વરિયાળીના રસમાં બે ટીંપા પુદીનાનો રસ, બે ચમચી ગ્લૂકોઝ પાઉડર ભેળવી તેનું સેવન કરી શકાય

Back to top button