ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, આ વિસ્તારમાં 5 દિવસ હિટવેવની અસર રહેશે


- રાજ્યના વિવિધ ભાગોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે
- પોરબંદર, ભાવનગરમાં યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી
- દીવમાં સિવિયર હીટવેવની અસર રહેવાની સંભાવના
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. જેમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં 5 દિવસ હિટવેવની અસર રહેશે. તેમાં કચ્છમાં આજે હીટવેવની અસર રહેશે. તથા બે દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રમાં 5 દિવસ હીટવેવની અસર જોવા મળવાની છે. તેથી લોકોએ સાવચેતી રાખવી પડશે.
પોરબંદર, ભાવનગરમાં યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી
પોરબંદર, ભાવનગરમાં યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. દીવમાં સિવિયર હીટવેવની અસર રહેવાની સંભાવના છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 42થી 43 ડિગ્રી પહોંચશે. ત્યારે અમદાવાદમાં, ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ખેડામાં 39.7 ડિગ્રી ,વડોદરામાં 40.2 ડિગ્રી તાપમાન સાથે અમરેલીમાં અને જૂનાગઢમાં 41.1 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ગીર સોમનાથમાં 40.5 ,રાજકોટમાં 40.7 ડિગ્રી તાપમાન ભાવનગરમાં 41.8, બોટાદમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યના વિવિધ ભાગોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે
જામનગરમાં 41.5, સુરેન્દ્રનગરમાં 40.7 ડિગ્રી નોંધાયું છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, 1 મેથી 4 મે દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 1 મેના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી શકે છે. કચ્છ, પોરબંદર, ભાવનગરમાં હીટવેવની આગાહી છે. દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ગરમ અને ભેજવાળુ હવામાન રહી શકે છે.