ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં આવનારા 2 દિવસ હીટવેવની આગાહી, જાણો કયા વિસ્તારમાં વધશે ગરમી

Text To Speech
  • 18 મેના રોજ પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં પણ હીટવેવની અસર રહેશે
  • ગરમીથી લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે
  • વલ્લભવિદ્યાનગરમાં 41.1 ડિગ્રી તાપમાન જોવા મળ્યું

ગુજરાતમાં આવનારા 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં 17 મેના રોજ સુરત, વલસાડમાં સીવિયર હીટવેવની આગાહી છે. તેમજ 18 મેના રોજ પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં હીટવેવ રહેશે. તથા રાજ્યના 9 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું છે.

18 મેના રોજ પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં પણ હીટવેવની અસર રહેશે

રાજ્યમાં ગરમીની વાત કરીએ તો 17 મેના રોજ સુરત, વલસાડમાં સીવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે, તો સાથે જ 18 મેના રોજ પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં પણ હીટવેવની અસર જોવા મળી શકે છે. આ સાથે જ હાલમાં પણ રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે. તો જાણો રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે. રાજ્યમાં ગરમીનો પારો મે મહિનામાં પોતાનું રૌદ્ર રૂપ બતાવી રહ્યો છે. દિવસે ને દિવસે ગરમી સતત વધી રહી છે. આ સાથે જ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે આવનારા 2 દિવસ માટે રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે. જેની અસર ગુજરાતના વિવિધ શહેરોમાં જોવા મળી શકે છે.

જાણો હીટવેવ એટલે શું

હીટવેવ એ અત્યંત ગરમ હવામાનનો સમયગાળો માનવામાં આવે છે. જ્યારે તાપમાન કોઈ વિસ્તારના સરેરાશ ઊંચા તાપમાન કરતાં વધી જાય ત્યારે તેને હીટવેવ કહેવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જ્યારે મેદાની વિસ્તારોનું મહત્તમ તાપમાન 40 °C અને પર્વતીય વિસ્તારોમાં 30 °C સુધી પહોંચે છે, ત્યારે હીટવેવ શરૂ થાય છે.

વલ્લભવિદ્યાનગરમાં 41.1 ડિગ્રી તાપમાન જોવા મળ્યું

સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો રાજકોટમાં 43.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.7 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. આ સિવાય અમદાવાદમાં 39.5 ડિગ્રી, ગાંધીનગરમાં 39.2 ડિગ્રી તાપમાન સાથે ડીસામાં 41.7 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 41.1 ડિગ્રી તાપમાન રહ્યું છે. વડોદરામાં 41.4 ડિગ્રી, ભુજ-કંડલામાં 41 ડિગ્રી તાપમાન છે. તેમજ અમરેલીમાં 42 ડિગ્રી, ભાવનગરમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Back to top button