ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, હવામાન વિભાગે આપ્યું 2 દિવસનું યલો અલર્ટ

Text To Speech
  • લઘુતમ તાપમાન 25 ડિગ્રીથી વધુ રહેતા રાત્રે ગરમીનો પ્રકોપ
  • ભાવનગરનું 26.8 અને સુરેન્દ્રનગરનું લઘુતમ તાપમાન 25.6 ડિગ્રી
  • આણંદમાં બે દિવસ રાત્રી દરમિયાન ગરમીમાં વધારો થયો

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. જેમાં હવામાન વિભાગે 2 દિવસનું યલો અલર્ટ આપ્યું છે. 8 શહેરનું લઘુતમ તાપમાન 25 ડિગ્રીને પાર જતાં રાત્રે ગરમી વધી છે. અમદવાદમાં રાતનું તાપમાન 26.2 ડિગ્રી, સામાન્ય કરતાં 4.3 ડિગ્રી વધુ છે. ગુજરાતના આણંદમાં બે દિવસ રાત્રી દરમિયાન ગરમીમાં વધારો થયો છે.

આ પણ વાંચો: ગુજરાત: ચેરિટેબલ ટ્રસ્ટની આડમાં કેટલાક લોકો દ્વારા મોટાપાયે ગેરરીતી, 80 જીના સર્ટિફિકેટ પર ITની લગામ

ભાવનગરનું 26.8 અને સુરેન્દ્રનગરનું લઘુતમ તાપમાન 25.6 ડિગ્રી

ભાવનગરનું 26.8 અને સુરેન્દ્રનગરનું લઘુતમ તાપમાન 25.6 ડિગ્રી નોંધાયું છે. ત્યારે રાજકોટ 39.8 ડિગ્રી, સુરેન્દ્રનગર 40.0 ડિગ્રી, મહુવા 37.8 ડિગ્રી, ભુજ 39.2 ડિગ્રી, કંડલા 38.5 ડિગ્રી તેમજ કેશોદ 38.9 ડિગ્રી તાપમાન રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરમાં બુધવારની સરખામણીએ આજે ગુરુવારે મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો જણાયો છે, પરંતુ રાતની ગરમી યથાવત્ જોવા મળી છે. અમદાવાદ સહિત રાજ્યનાં કુલ 8 શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 25 ડિગ્રીને પાર પહોચતાં રાત્રે ઉકળાટ અને બફારો વર્તાઈ રહ્યો છે.

લઘુતમ તાપમાન 25 ડિગ્રીથી વધુ રહેતા રાત્રે ગરમીનો પ્રકોપ

અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો લઘુતમ તાપમાન 26.2 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં 4.3 ડિગ્રી વધુ નોંધાયું છે. બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના આણંદમાં બે દિવસ રાત્રી દરમિયાન ગરમીમાં વધારો થશે. હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ ગરમીના આંકડા મુજબ 24 કલાકમાં દિવસના તાપમાનમાં એકથી દોઢ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. ત્રણ શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું હતું. જેમાં સૌથી વધુ અમરેલીનું 40.8 ડિગ્રી જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સિવાય 8 શહેરનું લઘુતમ તાપમાન 25 ડિગ્રીથી વધુ રહેતા રાત્રે ગરમીનો પ્રકોપ વધ્યો છે.

Back to top button