ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, જાણો સૌથી ગરમ શહેરનું તાપમાન


- રાજ્યના 7 શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચી ગયું
- કંડલા 38.6 ડિગ્રી અને કેશોદમાં 37.9 ડિગ્રી તાપમાન
- અમદાવાદમાં બે દિવસ પહેલા મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી નોંધાયું હતું
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. તેમાં 40.4 ડિગ્રી તાપમાન સાથે આ શહેર સૌથી ગરમ રહ્યું છે. તેમજ વિવિધ શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર રહ્યું છે. તથા 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર રહ્યું છે. જેમાં અમદાવાદમાં 38.1 ડિગ્રી, કંડલામાં 38.6 ડિગ્રી તાપમાન રહ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં મોબાઇલ ચોરોથી સાવધાન, 3 માસમાં 1 હજાર મોબાઈલ ફોન ચોરાયા
રાજ્યના 7 શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચી ગયું
રાજ્યમાં ફરી એકવાર ઉનાળાની ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. માત્ર બે જ દિવસમાં અમદાવાદ સહિત વિવિધ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો અઢીથી સાડા ચાર ડિગ્રી જેટલો ઊંચકાતા બપોરના ગરમી વધી છે. હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ વિગતો મુજબ રાજ્યના 7 શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. સૌથી વધુ 40.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા રાજ્યનું હોટેસ્ટ શહેર બન્યું છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ સાવ ઘટી ગયો હતો. ત્રણ દિવસથી અમદાવાદ શહેરમાં સતત વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને રાહત મળી હતી. પરંતુ બે દિવસથી સતત તાપમનનો પારો ઊંચકાઈ રહ્યો છે.
કંડલા 38.6 ડિગ્રી અને કેશોદમાં 37.9 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં બે દિવસ પહેલા મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી નોંધાયું હતું જે આજે વધીને 38.1 ડિગ્રી થઈ ગયુ છે. અમરેલીમાં 38.8, અમદાવાદમાં 38.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38.8, કંડલામાં 38.6 ડિગ્રી તાપમાન છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાન વિશે જોઇએ તો ગાંધીનગર 36.8 ડિગ્રી, ડીસા 37.2 ડિગ્રી, વડોદરા 37.4 ડિગ્રી, સુરત 37.4 ડિગ્રી, અમરેલી 38.8 ડિગ્રી, ભાવનગર 39.5 ડિગ્રી, રાજકોટ 39.0 ડિગ્રી, સુરેન્દ્રનગર 38.8 ડિગ્રી, મહુવા 40.4 ડિગ્રી, ભુજ 37.5 ડિગ્રી તેમજ કંડલા 38.6 ડિગ્રી અને કેશોદમાં 37.9 ડિગ્રી તાપમાન રહ્યું છે.