- ઓસ્ટ્રેલિયાનો ભાવ 1.90 થી 2 રૂપિયા સુધી પહોંચ્યો
- ભારત માટે જીતનો ભાવ 45 થી 48 પૈસા સુધી
- મેચ પર 15 હજાર કરોડનો સટ્ટો રમાઈ શકે છે
વર્લ્ડ કપ ફાઈનલની મેચમાં ભારતીય ટીમ સટ્ટાબજારમાં હોટફેવરિટ ટીમ છે. જેમાં ટૉસ જીતશે તે ટીમ પર જીતની શક્યતા વધશે. તથા મેચ પર 15 હજાર કરોડનો સટ્ટો રમાઈ શકે છે. વર્લ્ડ કપ ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રમાવાની છે. ત્યારે સૌ કોઈ તૈયારીમાં લાગ્યું છે. આ વચ્ચે સટ્ટાબજારમાં ભારતીય ટીમ હોટ ફેવરિટ બની છે.
આ પણ વાંચો: અમદાવાદ: વર્લ્ડ કપની ફાઇનલમાં ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરશે તો જીતશે, જાણો કેમ
ભારત માટે જીતનો ભાવ 45 થી 48 પૈસા સુધી
ભારત માટે જીતનો ભાવ 45 થી 48 પૈસા સુધી તો ઓસ્ટ્રેલિયાનો ભાવ 1.90 થી 2 રૂપિયા સુધી પહોંચ્યો છે. આ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે ત્યારે ટૉસ પર સૌ કોઈની નજર રહેલી છે. મેચના શરૂઆતમાં ટોસ કોણ જીતશે તેની ઉપર આશરે 1 હજાર કરોડથી વધુનો સટ્ટો રમાઈ શકે છે. જેમાં પણ જો ભારતની ટીમ ટૉસ જીતે છે તો તેને જીત માટે ફેવરિટ ગણવામાં આવી રહી છે.
ફાઇનલમાં ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરીને ફાયદામાં રહેશે
નોંધનીય છે કે, ફાઇનલમાં ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરીને ફાયદામાં રહેશે કારણ કે અમદાવાદની પિચ બીજી ઇનિંગમાં ઝાકળના કારણે ધીમી પડે છે અને તેની ઉપર રન બનાવવા મુશ્કેલી બની જાય છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમ 315થી 350ની વચ્ચે સ્કોર નોંધાવશે તો બીજી ટીમ ઉપર ફાઇનલ જીતવાનું દબાણ વધી શકે છે.
બુકીઓ દ્વારા દોઢ લાખથી વધુ આઈડી સટ્ટોડિયાઓને નવા બનાવીને આપવામાં આવ્યા
એટલું જ નહીં સટ્ટાબજારમાં બુકીઓ દ્વારા દોઢ લાખથી વધુ આઈડી સટ્ટોડિયાઓને નવા બનાવીને આપવામાં આવ્યા છે. તેમજ આશરે 15 હજાર કરોડ રૂપિયાનો સટ્ટો સમગ્ર મેચ પર રમાઈ શકે છે. તેમજ જ અંદાજે વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર સટ્ટો રમાઈ રહ્યો છે. આ તરફ જ્યારે મેચ દરમિયાન પ્રથમ સેશન 10 ઓવરનું ખોલ્યા બાદ 5-5 ઓવરનું સેશન પ્રમાણે બુકીઓ સટ્ટો રમાડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ સમગ્ર મેચમાં 15 હજાર કરોડથી વધુનો સટ્ટો રમાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. એક બુકીએ જણાવ્યું કે ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલ મેચ સટ્ટોડીયાઓ માટે અતિ મહત્ત્વની હોય છે. બુકીઓ માટે મેચમાં કરોડોનો કમાવવાનો ટારગેટ હોય છે.