ગુજરાતમાં ગરમી વધી, અમદાવાદમાં 2 દિવસ યલો એલર્ટ જાહેર
- વિવિધ શહેરમાં પારો 41 ડિગ્રીને પાર જતાં લોકો અકળાયા છે
- લઘુત્તમ તાપમાનનો પરો ઊંચકાતાં રાત્રે બફારો અને ઉકળાય વધ્યો
- શહેરમાં 15 દિવસમાં 3230 લોકોને હિટસ્ટ્રોકની અસર થઈ છે
ગુજરાતમાં ગરમી વધી છે. જેમાં અમદાવાદમાં 2 દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરમાં માત્ર બે દિવસમાં જ તાપમાનનો પારો ઉચકાતાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. રવિવારના રોજ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ નોંધાતા મોટાભાગના શહેરનું તાપમાન 40 ડિગ્રીથી નીચે આવી ગયું હતુ. પરંતુ આજે પારો 41 ડિગ્રીને પાર જતાં લોકો અકળાયા છે.
આ પણ વાંચો: અમદાવાદ: આયુર્વેદિક દવાની આડમાં ઠગાઈ કરતી ગેંગનો સાઇબર ક્રાઇમે પર્દાફાશ કર્યો
લઘુત્તમ તાપમાનનો પરો ઊંચકાતાં રાત્રે બફારો અને ઉકળાય વધ્યો
મહત્તમ તાપમાનની સાથે સાથે લઘુત્તમ તાપમાનનો પરો ઊંચકાતાં રાત્રે બફારો અને ઉકળાય વધ્યો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધીને 27 ડિગ્રીએ પહોંચ્યું છે. આ સિવાય અન્ય મોટાભાગના શહેરનું તાપમાન 25 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ગરમી વધતા અમદાવાદમાં 2 દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આજે અને કાલે 41થી 43 ડિગ્રી ગરમીનો પારો રહેવાની શક્યતા છે. તેમજ મંગળવારે અમદાવાદમાં ગરમીનો પારો 41.3 ડિગ્રીએ પહોંચ્યો હતો.
શહેરમાં 15 દિવસમાં 3230 લોકોને હિટસ્ટ્રોકની અસર થઈ છે
શહેરમાં 15 દિવસમાં 3230 લોકોને હિટસ્ટ્રોકની અસર થઈ છે. તેમજ ગઇકાલે સિઝનનું બીજું સૌથી ઊંચુ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે. તથા રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદમાં 41.3 ડિગ્રી ગરમીનો પારો પહોંચ્યો છે. તેમજ ડીસામાં 39.8 ડિગ્રી તથા ગાંધીનગરમાં 39.8 જ્યારે વડોદરામાં 42 ડિગ્રીએ ગરમીનો પારો પહોંચ્યો છે. સુરત 40 અને વલસાડમાં 41.2 ડિગ્રી સાથે પોરબંદર 41.3 અને રાજકોટ 41.5 ડિગ્રી તથા કેશોદમાં 41.2 જ્યારે મહુવામાં 43 ડિગ્રીએ ગરમીનો પારો પહોંચ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. મંગળવારે ગુજરાતનાં 9 શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. મહુવામાં 43 ડિગ્રી તાપમાન થતાં લોકો ગરમીમાં શેકાયા હતાં.