ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ગરમીની શરૂઆત, જાણો હવમાન વિભાગે શું કરી આગાહી

Text To Speech
  • 24 કલાક દરમિયાન પવની ગતિ પણ 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે
  • હવામાન વિભાગે ઉનાળાના આગમનની જાહેરાત કરી
  • રાજયમાં તાપમાનનો પારો ઉંચકાયો છે

ગુજરાતમાં ગરમીની શરૂઆત થઇ ગઇ છે. જેમાં રાજ્યમાં ગરમીથી શેકાવવા તૈયાર થઇ જાઓ કારણ કે હવમાન વિભાગે ગરમીની જાહેરાત કરી દિધી છે. તેમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં સૌથી વધુ તાપમાન 36.8 ડિગ્રી અમરેલીમાં નોંધાયુ છે.

આ પણ વાંચો: શાળામાં શિક્ષકોએ ચાલુ ક્લાસે આ એક કામ કર્યું તો નોંધાશે ફોજદારી ગુનો 

હવામાન વિભાગે ઉનાળાના આગમનની જાહેરાત કરી

હવામાન વિભાગે ઉનાળાના આગમનની જાહેરાત કરી છે. જેમાં રાજયમાં ઉનાળાની શરૂઆત સાથે મિશ્ર ઋતુની અસર દેખાઇ છે. તેમજ રાજ્યમાં ઉનાળો આકરો રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. આજથી મહત્તમ તાપમાનમાં વધારો થવાની શકયતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની આગાહી કરતા ગરમીનો પારો સતત વધે તેવી શક્યતાઓ છે. હાલમાં અમદાવાદ સહિત ગુજરાતના મહાનગરોમાં મહતમ તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ છે. જેના સાથે જ અમદાવાદરમાં પવનની ગતિ સામાન્ય છે. તેને કારણે ગરમ પવન પણ ફૂંકાતા હોય તેવું અહેસાસ અમદાવાદવાસીઓને થશે.

રાજયમાં તાપમાનનો પારો ઉંચકાયો છે

રાજયમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. જેમાં આજથી રાજયમાં ગરમી વધવાની શકયતા છે. સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધ્યું છે. સવારે સામાન્ય ઠંડીનો ચમકારો, બપોરે ગરમીની અસર જોવા મળી છે. લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ગરમી વધી છે. રાજ્યમાં શિયાળાની વિદાય અને ઉનાળાનો પ્રારંભ થયો છે. આખરે શિયાળાની વિદાય થઈ ગઈ છે. હાલમાં ગુજરાત પર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, તેને કારણે રાત્રિ દરમિયાન પણ વધુ પ્રમાણમાં ગરમીનો અનુભવ થતો નથી તથા આગામી 24 કલાક દરમિયાન પવની ગતિ પણ 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે.

Back to top button