પોરબંદરના દરિયામાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન, કોસ્ટગાર્ડે 7 માછીમારોને બચાવ્યા
ભારતીય કોસ્ટગાર્ડે આજે ફરી પોતાની ફરજનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. સૌરાષ્ટ્રમાં પોરબંદરના દરિયામાં 50 નોટિકલ માઈલ દૂરથી માછીમારી બોટમાંથી ગુમ થયેલા 5 અને 2 ઇજાગ્રસ્ત ક્રુ મેમ્બર્સને બચાવ્યા હતા.
બોટમાં આગ લાગી હતી
આ અંગે મળતી માહિતી મુજબ, પોરબંદરના દરિયાકાંઠેથી 50 નોટિકલ માઈલ દૂર અરબી સમુદ્રમાં માછીમારોની જય ભોલે નામની બોટના 5 ગુમ થયેલા અને 2 ઘાયલ ક્રૂને બચાવી લેવાયા છે. કોસ્ટગાર્ડના મેરીટાઇમ રેસ્ક્યુ સબ સેન્ટર પોરબંદરને સમુદ્રમાં જય ભોલે નામની ફિશિંગ બોટમાં આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. બોટ પોરબંદરના દરિયાકાંઠાથી 50 નોટિકલ માઈલ દૂર હતી. જે અંગેની જાણ થતાં કોસ્ટગાર્ડના પોરબંદરથી જિલ્લા કાર્યાલય માહિતીનું આદાન-પ્રદાન કરી તેના ઇન્ટરસેપ્ટર ક્લાસ જહાજો C-161 અને C-156ને ઘટનાસ્થળ તરફ રવાના થયા હતા. પોરબંદર કોસ્ટગાર્ડના એર સ્ટેશનથી એક એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) પણ ત્યાંથી રવાના કરવામાં આવ્યું હતું.
બચાવ ટીમ પહોંચી ત્યાં બોટ આગમાં લપેટાઈ ગઈ હતી
દરમિયાન કોસ્ટ ગાર્ડના જહાજો પૂર ઝડપે ઘટનાસ્થળ તરફ ગયો હતો જેમ બને તેમ જલ્દી ઘટનાસ્થળ પર કોસ્ટગાર્ડ પહોંચ્યું હતું. પરંતું ત્યાં સુધીમાં આગે વિકરાણ સ્વરૂપ લીધુ હતુ અને બોટના ક્રૂ આગને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહ્યાં હતાં. ક્રુ મેમ્બરોએ બોટને છોડી દીધી હતી અને જહાજ પરના 7 ક્રૂમાંથી, 2 ક્રુ ને નજીકમાં ઓપરેટિંગ કરતી ડંજી બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને અન્ય 5 દરિયામાં ગુમ થઇ ગયા હતા. જ્યાં પહોંચેલા કોસ્ટગાર્ડ દ્વારા ખરાબ દરિયાઈ હવા વચ્ચે બે કલાકની જહેમત ઉઠાવી ગુમ થયેલા તમામ 5 ક્રૂને શોધીને બચાવી લેવાયા હતા.