ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આસામ રાઇફલ્સના જવાનો દ્વારા મણિપુર પોલીસનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન

  • ભારત-મ્યાનમાર સરહદી શહેર મોરેહ નજીકના હાઇવે પર આસામ રાઇફલ્સના જવાનોએ મણિપુર પોલીસનું કર્યું રેસ્ક્યૂ
  • મણિપુર પોલીસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરીને ભારે ગોળીબાર કરવામાં આવ્યો
  • આસામ રાઇફલ્સના જવાનોનું સમગ્ર રેસ્ક્યૂ કેમેરામાં થઈ ગયું કેદ

ઇમ્ફાલ : ભારત-મ્યાનમાર સરહદી શહેર મોરેહ નજીકના હાઇવે પર આસામ રાઇફલ્સના જવાનોએ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવેલા મણિપુર પોલીસ કમાન્ડોનું રેસ્ક્યૂ કર્યું હતું. આ સમગ્ર રેસ્ક્યૂ ઓપેરેશન કેમેરા કેદ થઈ ગયું હતું. આર્મીની આ ટુકડીઓ “કેસસ્પીર” નામની શસ્ત્રોથી સજજ વાહનમાં ત્યાં પહોંચી હતી. જ્યાં આર્મીની ટુકડીઓએ આતંકવાદીઓ પર ભારે ગોળીબાર કરીને રોક્યા અને પોલીસ કમાન્ડોને છટકી જવા માટે કવર પૂરું પાડ્યું હતું. ઇમ્ફાલ-મોરેહ નેશનલ હાઇવે-102 પર સિનમ નગર નજીક પહાડીઓમાં છુપાયેલા બંદૂકધારીઓ દ્વારા પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.

મણિપુર પોલીસ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો હુમલો

આ શૌર્યપૂર્ણ ઓપરેશનનો વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહયો છે, વિડિયોમાં આસામ રાઇફલ્સના સૈનિકોની એક ટુકડી, એક સશસ્ત્ર વાહનની અંદર, યુક્તિપૂર્વક હાઇવે પર ગોળીબારથી છુપાયેલા પોલીસની ટીમની નજીક આવતા અને બચાવતા જોઈ શકાય છે. મણિપુર પોલીસ કમાન્ડો જેઓ પર રાજ્યના તેંગનોપલ જિલ્લામાં એક હાઇવે પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તેઓને આસામ રાઇફલ્સના જવાનો દ્વારા તાજેતરમાં હાઇ-ઓક્ટેન રેસ્ક્યુ ઓપરેશન બાદ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના 31 ઑક્ટોબરના રોજ બની હતી.

 

31 ઓક્ટોબરે સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) ચિંગથમ આનંદ કુમારને ત્યાં એક સ્નાઈપર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવેલી પોલીસ ટીમ મોરેહ તરફ જવા રવાના થઈ હતી. મોરેહ મણિપુરના એ સ્થળો પૈકીનું એક છે જેમાં છેલ્લા કેટલાક મહિનામાં ખીણ-બહુમતી મૈતેઇ અને પહાડી બહુમતી ધરાવતા કુકી જાતિઓ વચ્ચે તીવ્ર અથડામણો જોવા મળી હતી.

વિડીયોમાં દેખાયું સૈનિકોનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન

વિડિયો, જે હિંમતવાન બચાવનું પ્રથમ દ્રશ્ય પ્રદાન કરે છે, તે બતાવે છે કે આસામ રાઇફલનું ખાણ-પ્રતિરોધક વાહન ધીમે-ધીમે હાઇવે પરના વળાંક પાસે આવે છે જ્યાં કોપ કારની લાઇન પાર્ક કરેલી જોવા મળે છે. જેમ જેમ સૈનિકોનું વાહન વિસ્તારની નજીક પહોંચ્યું, તેમ-તેમ પાછળથી તીવ્ર ગોળીબારનો અવાજ સંભળાઈ છે. પોલીસ વાહનની અંદર એક સૈનિક તેના સાથીદારને પહાડીઓમાંથી છોડવામાં આવતી ગોળીઓથી કવર લેવા માટે જમીન પર પડેલા જોઈ શકાય તેવા પોલીસને કવર આપવા કહેતો સાંભળી શકાય છે. પાછળથી, સૈનિકો પોલીસ કમાન્ડોને સલામતી માટે તેમના વાહનની અંદર જવાનું કહેતા જોવા મળે છે. ત્યારબાદ એક પછી એક, ઘણા ઘાયલ પોલીસ વાહનમાં પ્રવેશે છે, જ્યાં તેમને હાજર તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. અહેવાલો અનુસાર, તે દિવસે ગોળીબારમાં ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જો કે, ઓચિંતા હુમલામાં કોઈ જાનહાની થઈ ન હતી.

આ પણ જુઓ :મણિપુરમાં હિંસા: હેલિપેડનું નિરીક્ષણ કરવા ગયેલા SDPOની હત્યા

Back to top button