47 ફૂટ લાંબી બ્લુવ્હેલ માછલીનું કરાયું દિલધડક રેસ્ક્યુ, જાણો આખી વિગત
- ભારતીય કોસ્ટ ગાર્ડ,વન વિભાગ, JSW જયગઢ બંદર અને મહારાષ્ટ્ર પ્રશાસન દ્વારા બ્લુવ્હેલનું રેસ્ક્યુ
- 47 ફૂટ લાંબી બ્લુવ્હેલને મહારાષ્ટ્રના રત્નાગિરીના ગણપતિ ફૂલે બીચ પરથી બચાવવામાં આવી
- 14મી નવેમ્બરની મધ્યરાત્રિએ બ્લુવ્હેલને સફળતાપૂર્વક ઊંડા પાણીમાં પાછી મોકલવામાં આવી
મહારાષ્ટ્ર : ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા વન વિભાગ, JSW જયગઢ બંદર અને રાજ્ય પ્રશાસનને સાથે રાખીને મહારાષ્ટ્રના કોંકણ કિનારે રત્નાગિરીના ગણપતિ ફૂલે બીચ પરથી 47 ફૂટ લાંબી બ્લુવ્હેલ માછલીને બચાવવામાં આવી હતી અને ત્યારબાદ 14મી નવેમ્બરની મધ્યરાત્રિએ બ્લુવ્હેલ માછલીને સફળતાપૂર્વક ઊંડા પાણીમાં પાછી મોકલવામાં આવી હતી. જેની માહિતી ભારતીય તટરક્ષક વિભાગે માહિતી આપી હતી.
@IndiaCoastGuard along with the forest department, JSW Jaigarh port Ltd and state administration rescued a Blue Whale of 47-feet long from Ganpati Phule beach in #Ratnagiri, Maharashtra’s Konkan coast and was successfully put back into the deep waters at midnight of 14 Nov. pic.twitter.com/6IE0Ya3qrc
— Indian Coast Guard (@IndiaCoastGuard) November 15, 2023
35 કલાકની મહેનત બાદ બ્લુવ્હેલનું સફળતાપૂર્વક કરાયું રેસ્ક્યૂ
મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં ગણપતિપુલે નજીક ફસાયેલી બ્લુવ્હેલ માછલીને લગભગ 35 કલાકની મહેનત બાદ દરિયા કિનારના ઉંડા પાણીમાંથી સફળતાપૂર્વક બચાવી લેવામાં આવી હતી. જેને લઈને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના પ્રમુખ પ્રવીણ પરદેશીએ જણાવ્યાં અનુસાર, “ ભારતના દરિયાકિનારે બ્લુવ્હેલનો આ એકમાત્ર સફળ બચાવ છે. જેમાં બ્લુ વ્હેલ માછલીને બાંધી દેવામાં આવી હતી અને દરિયામાં ભારે ભરતી આવતી વખતે તેને હળવેથી બે નોટિકલ માઈલ ઊંડા સમુદ્રમાં છોડી દેવમાં આવી હતી. જોકે, બ્લુ વ્હેલને જીવિત રહેવા માટે તેની માતા શોધવાની જરૂર પડશે,”
બ્લુવ્હેલ માછલીની જીભનું વજન એક હાથી જેટલું !
બ્લુવ્હેલ માછલીએ પૃથ્વી પર રહેતું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રાણી છે. આ માછલી 100 ફૂટથી વધુ લાંબી અને 200 ટન વજન સુધી વધી શકે છે. ચોંકાવનારી વાત તો એ રહેલી છે કે બ્લુવ્હેલ માછલીની જીભનું વજન એક હાથી જેટલું હોઈ શકે છે, અને તેમના હૃદયનું કદ ફોક્સવેગન બીટલ જેટલું છે.
આ પણ વાંચો :રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ: દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને