દેશમાં છેલ્લા થોડાં દિવસોથી ઠંડીનું જોર જે હિસાબે વધી રહ્યું છે તેની સાથે જ હૃદય રોગના કેસની સંખ્યા પણ વધી રહી છે. જેમાં જો ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયામાં હૃદયરોગની તકલીફ સાથેના 1 હજારથી પણ વધુ કેસ નસામે આવ્યા છે. જેમાં લોકોને ઠંડીના કારણે શ્વાસોશ્વાસની સમસ્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવમાં તેજી, જાણો કેટલા સુધી પહોચ્યો ભાવ
આ ઉપરાંત કાતિલ ઠંડીના કારણે કાનપુરમાં 98 જેટલી વ્યક્તિઓના મોત હાર્ટ એટેકથી છેલ્લા 1 અઠવાડિયામાં થયા છે. જેમાં પણ અમુક લોકોને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવે તે પહેલા જ હાર્ટ એટેકથી મૃત્યુ થઇ ચૂક્યા હતા. એટલું જ નહીં જે 98 લોકોના મોત થયા તેમાંથી 18 વ્યક્તિઓની ઉંમર 40 વર્ષથી પણ ઓછી હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગુજરાતમાં ડિસેમ્બરની 29 તારીખથી ળઈ 5 જાન્યુઆરી સુધીમાં સંખ્યાબંધ કેસો સામે આવ્યા છે.
તારીખ કેસ
28 ડિસે. 167 29 ડિસે. 171 30 ડિસે. 166 31 ડિસે. 167 1 જાન્યુ. 183 2 જાન્યુ. 168 3 જાન્યુ. 167 4 જાન્યુ. 153 5 જાન્યુ. 187 6 જાન્યુ. 186 કુલ 1715 |
રાજ્યની ઈમરજન્સી સેવામાં સૌથી વધુ કોલ હૃદયની સમસ્યાના માટે આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં 1744 કોલ 28 ડિસેમ્બરથી 6 જાન્યુઆરીની વચ્ચે આવ્યા છે. જ્યારે 25 ડિસેમ્બર સુધીમાં રાજ્યભરની ઇમરજન્સી સેવાઓમાં 5464 કેસ નોંધાયા છે. જે ગતવર્ષની સરખામણીમાં સૌથી વધુ છે. ગત વર્ષે 2021 ના વર્ષમાં આ સમયમાં 4195 કેસ નોંધાયા હતા.
આ પણ વાંચો : દિલ્હીમાં ઠંડીની લહેર યથાવત, શાળાઓમાં 15 જાન્યુઆરી સુધી વેકેશન
ડૉક્ટરોના અનુસાર શિયાળામાં હૃદયની સમસ્યા ધરાવનારા દર્દીઓએ ખાસ તકેદારી રાખવી જોઇએ કેમકે શિયાળામાં હૃદયની નળીઓ સાંકડી બની જાય છે. તેને કારણે હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં વધારો થાય છે. શિયાળામાં વધુ કેલેરી વાળો ખોરાક એ હૃદયની સમસ્યામાં વધારો થવાનું અન્ય એક કારણ છે. જે લોકો બ્લડ પ્રેશર અથવા હૃદય સંબધિત બિમારીની સમસ્યા ધરાવે છે તેમણે ઠંડીમાં ખાસ તકેદારી રાખવી જોઇએ.