ગુજરાતમધ્ય ગુજરાત

હાર્ટ એટેકે; 24 વર્ષના વધુ એક તંદુરસ્ત યુવકનું અચાનક મોત

Text To Speech
  • નવસારીમાં હાર્ટ એટેકથી યુવકનું મોત થયુ છે.
  • ફોન ઉપર વાત કરતો યુવક અચાનક ઢળી પડ્યો હતો
  • તેમાં હીરા ફેક્ટરીમાં નોકરી કરતા યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ
  • યુવકને સારવાર મળે તે પહેલા નિપજ્યું મોત

નવસારી: રાજ્ય અને દેશમાં અચાનક મોત થવાના કેસમાં ખુબ જ મોટો વધારો થયો છે. એક વખત ફરીથી નવસારીમાં એક રત્ન કલાકારનું હાર્ટ એટેકથી મોત થયું છે. બે દિવસ પહેલા જ વડોદરામાં 18 વર્ષના બાળકનું હાર્ડ એટેકેના કારણે મોત થયું છે. તેવામાં એક વખત ફરીથી એક યુવાને હાર્ટ એટેકના કારણે મોત થતાં ચકચાર મચી જવા મચી જવા પામી છે.

હીરાની ફેકટરીમાં નોકરી કરતા રત્નકલાકારનું હાર્ટ એટેકથી મોત થયુ છે. નવસારીની આર.સી જેમ્સના રત્નકલાકાર યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયુ છે. ફેકટરીમાં બારી પાસે ઊભો રહી ફોન ઉપર વાત કરતો યુવાન અચાનક ઢળી પડ્યો હતો. સ્વસ્થ યુવાન રત્નકલાકાર ચાલુ કામ દરમિયાન ફોન ઉપર વાત કરવા બારી પાસે ગયો અને હાર્ટ એટેક આવ્યો હતો. યુવાનને સારવાર મળે તે પેહલા જ હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે. સ્વસ્થ યુવાનોમાં હાર્ટ એટેકના કેસોમાં મોટા વધારાએ ચિંતામાં વધારો કર્યો છે.

આ પણ વાંચો-BREAKING : CM ભૂપેન્દ્ર પટેલનો યુવાનો માટે મોટો નિર્ણય, રાજ્યમાં 3077 તલાટીની ભરતી, પોલીસ વિભાગમાં પણ મોટાપાયે ભરતી

મૂળ ગીર સોમનાથ જિલ્લાનો રહેવાસી અને હાલ નવસારીના જલાલપોરમાં રહેતો 24 વર્ષીય રત્નકલાકાર પ્રકાશ સોંદરવા નવસારીની આર.સી.જેમ્સમાં કામ કરતો હતો. પ્રકાશ દરરોજની માફક આજે હીરાના કારખાના પર કામે આવ્યો હતો.

સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં પ્રકાશ કારખાનાની બારી પાસે ઉભો હતો ત્યારે જ અચાનક ઢળી પડ્યો હતો. આ બનાવના પગલે અન્ય રત્નકલાકારો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને પ્રકાશને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં પ્રકાશને પહોંચાડવામાં આવે તે પહેલા જ તેના પ્રાણ પંખેડૂ ઉડી ગયા હતા. હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-સુરતમાં યુવક યુવતી સાથે ભાગી જતા બહેનપણીને મળી સજા, ભોગ બનનારે આપઘાત કરી લેતા પરિવારે કર્યા ગંભીર આક્ષેપ

Back to top button