હાર્ટ એટેક, શરદી-ખાંસી, તાવઃ કેમ અચાનક વધી રહી છે આટલી બિમારીઓ?
છેલ્લા થોડા સમયથી દેશમાં હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટના કેસો ખુબ વધી રહ્યા છે. કેટલીક વખત તો હાર્ટ એટેક આવ્યાની થોડીક મિનિટોમાં વ્યક્તિનું મૃત્યુ પણ થઇ જાય છે. ડરાવી દેતી બાબત એ છે કે હાર્ટ એટેકથી અચાનક જીવ ગુમાવનારા મોટા ભાગના લોકો યુવાન હતા. કોઇકને રમતા રમતા , તો કોઇકને હરતા ફરતા, કોઇને નાચતા ગાતા હાર્ટ એટેક આવી ગયો. તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં છેલ્લા 10 દિવસમાં હાર્ટ એટેકના પાંચ કેસ સામે આવ્યા હતા. ત્યાં એક એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતા મૃત્યુ પામ્યો. તે વિદ્યાર્થી બીટેકના ફર્સ્ટ યરમાં હતો. આ ઘટના પહેલા હૈદરાબાદના સિકંદરાબાદમાં બેડમિન્ટન રમતા રમતા વ્યક્તિ અચાનક મૃત્યુ પામ્યો.
યુવાનોમાં વધ્યા હાર્ટ એટેકના કેસ
તેલંગાણાના નાંદેડમાં અચાનક એક છોકરાનુ હાર્ટએટેકથી મૃત્યુ થયુ. છોકરાની ઉંમર માત્ર 19 વર્ષ હતી. 22 ફેબ્રુઆરીએ હૈદરાબાદના એક જિમ વર્કઆઉટ દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયુ. તે અગાઉ અમદાવાદમાં એક ક્રિકેટ મેચ દરમિયાન જીએસટી કર્મચારી હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો. બોલિંગ કરતી વખતે તે વ્યક્તિની તબિયત બગડી અને તે જમીન પર ઢળી પડ્યો. ગુજરાતમાં એક મહિનામાં સાત લોકો હાર્ટએટેકથી મૃત્યુ પામ્યા. આ તમામ લોકો 40 વર્ષથી ઓછી ઉંમરના હતા.
શું કહે છે હાર્ટ સ્પેશિયાલિસ્ટ?
કેટલાક લોકો ખોટી ખાણીપીણી, ખોટી લાઇફસ્ટાઇલ, બીમારી અને કોરોના વાઇરસને આ માટે જવાબદાર ગણાવી રહ્યા છે. કેટલાક તો હવામાનમાં પરિવર્તનને પણ આ માટે જવાબદાર ગણે છે. હાર્ટ સ્પેશિયાલિસ્ટ કહે છે કે પહેલા 60 વર્ષની ઉંમરે જે રોગો થતા હતા તે હવે 20થી 30 વર્ષની ઉંમરે થઇ રહ્યા છે. તેની પાછળ ખરાબ લાઇફસ્ટાઇલ, સ્મોકિંગ, આલ્કોહોલ જેવા ફેક્ટર્સ જવાબદાર છે.
હવામાન પણ છે જવાબદાર
હવામાન બદલાવાના કારણે ઘણી વખત બ્લડ પ્રેશર વધવા લાગે છે. તેના લીધે નસોમાં બ્લડ ક્લોટિંગ થવા લાગે છે. આ કારણે હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક આવે છે. હવામાન બદલાવાથી ઇન્ફેક્શનનું રિસ્ક વધે છે. ખાણીપીણીમાં બદલાવ, વ્યાયામમાં કમીના કારણે હાર્ટ એટેકની શક્યતાઓ વધી જાય છે.
કેમ શરદી-ખાંસી, તાવ લોકોને ડરાવે છે?
છેલ્લા કેટલાક સમયથી દેશમાં અજીબ ખાંસી જોવા મળી છે. જે એક-બે કે ત્રણ અઠવાડિયા સુધી મટતી નથી. તેમાં કફ સિરપ અને દવા અસર કરતા નથી. હાલમાં હોસ્પિટલમાં ફ્લુના જે દર્દીઓ આવે છે તેમને તાવ તો બે-ચાર દિવસમાં ઉતરી જાય છે, પરંતુ તેમની ખાંસી ઠીક થઇ શકતી નથી. તે એક મહિના સુધી ચાલે છે. તેની પાછળનું એક કારણ કોરોના વાઇરસ પણ છે. તેના લીધે લોકો જલ્દી બિમાર પડી રહ્યા છે. લોકો ખાણીપીણી અને દિનચર્યા પર કાબુ રાખી શકતા નથી. ડબલ સિઝનમાં બિમારીઓ વધુ ફેલાય છે. નાના બાળકોની ઇમ્યુનિટી ઓછી હોવાના કારણે તેમને જલ્દી ચેપ લાગે છે.
હાર્ટનું ધ્યાન આ રીતે રાખો
સારી લાઇફસ્ટાઇલ અપનાવો. વજન બહુ વધવા ન દો. ધુમ્રપાન ન કરો. આલ્કોહોલનું સેવન ન કરો. જો કોઇ ફેમિલિમાં હાર્ટ એટેકની હિસ્ટ્રી છે, તો પરિવારની દરેક વ્યક્તિ હેલ્થ ચેકઅપ ફરજિયાત કરાવે. દરેક વ્યક્તિ પોતાની ઇમ્યુનિટી વધારવા માટે પોષક તત્વોથી ભરપૂર આહાર લો. વિટામી સી, ડી અને મલ્ટીવિટામીનના સપ્લિમેન્ટ્સનું સેવન કરો.
આ પણ વાંચોઃ Twitter લાવશે નવું ફીચર, WhatsAppની જેમ કરી શકશો મેસેજ કે ચેટ