- ડ્રાઈવિંગ કામ કરતા રઘુભાઈને છાતીમાં દુખાવો ઉપડતા મોત નિપજ્યું
- કારખાનામાં કામ કરતા રમેશ અમિપરાનું મોત થયુ છે
- ફ્રૂટ વેચવા આવેલા કાંતિલાલ મેઘવાળ નામના યુવાનનું જીપમાં બેઠા બેઠા મોત
ગુજરાતમાં હાર્ટ એટેકના કેસ વધ્યા છે. જેમાં રાજકોટમાં 24 કલાકમાં હાર્ટ એટેકથી 4 મૃત્યુ થયા છે. તેમાં ડ્રાઈવિંગ કામ કરતા રઘુભાઈનું છાતીમાં દુખાવો થતા મોત થયુ છે. તેમજ ફ્રૂટ વેચતા યુવકનું જીપમાં બેઠા બેઠા હાર્ટ એટેકથી મોત થયુ છે. તથા કારખાનામાં કામ કરતા રમેશ અમિપરાનું મોત થયુ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠુ પડશે, ખેડૂતો માટે ચિંતા વધી
શાકભાજીની ફેરી કરનાર મધુભાઈ સામંડનું હ્રદય બેસી ગયું
ફ્રૂટ વેચવા આવેલા કાંતિલાલ મેઘવાળ નામના યુવાનનું જીપમાં બેઠા બેઠા મોત થયુ છે. શાકભાજીની ફેરી કરનાર મધુભાઈ સામંડનું હ્રદય બેસી ગયું હતુ. તેમજ કારખાનામાં કામ કરતા રમેશભાઈ અમિપરા નામના પ્રોઢનું બેભાન થઈ જતા મોત થયું છે. તથા ડ્રાઈવિંગ કામ કરતા રઘુભાઈને છાતીમાં દુખાવો ઉપડતા મોત નિપજ્યું છે. રાજકોટ શહેરમાં હાર્ટ એટેકથી 24 કલાકમાં 4ના મોત થતા ચકચાર મચી છે.
હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાનું પોસ્ટમોર્ટમ કરીને તપાસ કવામાં આવે તે જરૂરી
ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં થઇ રહેલો સતત વધારો ચિંતાનો વિષય બન્યા છે. ડોક્ટરોના મતે ગત વર્ષની સરખામણીએ હાર્ટ એટેકના કેસમાં અમદાવાદમાં 30 ટકા જ્યારે ગુજરાતમાં 28 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને યુવા વયે હાર્ટ એટેકના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ અંગે ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે હાર્ટ એટેકના વધતા જતા કેસ ચિંતાનો વિષય છે. વધતા જતા કેસને મામલે મૂળમાં જઇને તપાસ થવી જોઇએ. જરૂર પડે તો હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાનું પોસ્ટમોર્ટમ કરીને તપાસ કવામાં આવે તે જરૂરી છે.