ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો, 15 વર્ષનો કિશોર અચાનક ઢળી પડ્યો અને થયુ મૃત્યુ

  • નાની વયના લોકોમાં હાર્ટએટેકનું વધતું પ્રમાણ ભયજનક
  • ઈસનપુર ગામે રહેતા એક કિશોરનું હાર્ટએટેકથી મોત
  • જીવન શૈલી બદલવાથી હૃદય રોગનું જોખમ 60 ટકા નિવારી શકાય છે

ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો થયો છે. જેમાં 15 વર્ષનો કિશોર અચાનક ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો છે. તેમાં સુરતમાં ખુરશીમાં બેઠેલો 15 વર્ષનો કિશોર અચાનક ઢળી પડ્યો હતો. જેમાં હોસ્પિટલ ખાતે ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: ઉત્તર ભારતમાં હિમવર્ષાની જાણો શું થશે ગુજરાતમાં અસર, અંબાલાલ પટેલે કડકડતી ઠંડીની કરી આગાહી 

નાની વયના લોકોમાં હાર્ટએટેકનું વધતું પ્રમાણ ભયજનક

ગુજરાતમાં હાલના દિવસોમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં ચિંતાજનક સ્તરે વધારો નોંધાયો છે. જેને લઈને સરકારી તંત્રની સાથે જ મેડિકલ જગતના તબીબો અને સામાન્ય જનતા સૌ કોઈના મનમાં એક ભયની લાગણી વ્યાપી ગઈ છે. ખાસ કરીને નાની વયના લોકોમાં હાર્ટએટેકનું વધતું પ્રમાણ ભયજનક છે. આવી જ એક ઘટના સુરતમાં બનવા પામી છે. જેમાં એક કિશોરનું મૃત્યુ થયું છે.

ઈસનપુર ગામે રહેતા એક કિશોરનું હાર્ટએટેકથી મોત

આ ઘટનાની માહિતી પ્રમાણે માંગરોળના ઈસનપુર ગામે રહેતા એક કિશોરનું હાર્ટએટેકથી મોત થયું છે. આ કિશોરનું નામ હેનિલ ભૂપેન્દ્ર ચૌધરી હોવાનું જાણવા મળ્યું છે. તે ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. તે ખુરશીમાં બેઠો હતો ત્યારે અચાનક જ ઢળી પડ્યો હતો. પરિવારજનોએ તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પણ તે ઉઠ્યો નહોતો ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. જો કે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતા કિશોરનું આટલી નાની વયે અચાનક મોત થતાં પરિવાર સહિત સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળમાં શોક વ્યાપી ગયો હતો.

જીવન શૈલી બદલવાથી હૃદય રોગનું જોખમ 60 ટકા નિવારી શકાય છે

જીવન શૈલી બદલવાથી હૃદય રોગનું જોખમ 60 ટકા નિવારી શકાય છે. દુનિયામાં વિવિઘ રોગોને કારણે લોકોની સંખ્યામાં હૃદય રોગથી મૃત્યુ પામતાં લોકોની સંખ્યા વધારે છે. અંદાજે એક તૃતિયાંશ લોકો હાર્ટ એટેક અથવા તો પક્ષઘાતના હુમલાના ભોગને કારણે મૃત્યુ પામે છે. હૃદય એક પંપ છે અને આપણા જીવનકાળ દરમ્યાન 20 કરોડ લીટર લોહીનું શરીરમાં પપીંગ કરે છે. દિવસ-રાત કોઈપણ વિરામ કર્યા વગર આ એક જ અંગ શરીર માટે કાર્યરત રહે છે. તેને પોતાને કાર્યરત રહેવા માટે ઓક્સિજન અને ગ્લુકોઝની જરૂર પડે છે. જે હૃદયની સપાટી ઉપર આવેલી રકતવાહિનીઓ (ઘમની) દ્વારા પહોચે છે.

Back to top button