- માનહાની કેસ મામલે આજે સુરત કોર્ટમાં સુનાવણી
- રાહુલ ગાંધીએ સજા પરસ્ટેની કરી છે માંગ
- સુરત કોર્ટમાં આજે સવારે 11 વાગ્યાથી સુનાવણી
મોદી સરનેમ કેસમાં આજે સુરત કોર્ટમાં સુનાવણી હાથ ધરવામા આવનાર છે. નીચલી કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ત્યારે આજે રાહુલ ગાંધીની સજા પર સ્ટેની અરજી પર સુનાવણી કરવામાં આવશે. જો કે આ સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
સજા પર સ્ટે મૂકવાની અરજી પર આજે સુનાવણી
માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે ફરી સુરતની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. મોદી સરનેમ મામલે સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારી છે. ત્યારે રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકાર્યો છે. જે અંતર્ગત આજે સેશન્સ કોર્ટમાં તેની સજા પર સ્ટે મૂકવાની અરજી પર સુનાવણી થશે, ત્યારે આ સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ આ મહત્વની સુનાવણી દરમિયાન કેન્દ્રીય કાયદાકીય ટીમ દિલ્હીથી સુરત આવશે.
પૂર્ણેશ મોદીએ વાંધા અરજી કરી હતી રજૂ
ગત સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ સજા સામે સ્ટે ઓફ કન્વેક્શન માટેની અપીલ કરી હતી. આ અપીલની સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલાં કોર્ટે મૂળ ફરિયાદીને વાંધા હોય તો રજૂ કરવા માટે જણાવ્યું હતું. ત્યારે આ કેસના ફરિયાદી એવાધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમના વકિલ સાથે કોર્ટમાં વાંધા અરજી રજૂ કરી હતી. આજે આ અરજી પર બંને પક્ષો વતી દલીલો રજૂ કરવામાં આવશે.
શું રાહુલ ગાંધીને ફરીથી મળી શકે છે સભ્યપદ ?
રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવતા રાહુલ ગાંધીને તેમનુ લોકસભાનું સભ્યપદગૂમાવવું પડ્યું હતું. ત્યારે રાહુલ ગાંધીની સજી પર જો સેશન્સ કોર્ટ સ્ટે મૂકે છે, તો તેમને ફરીથી લોકસભાનું સભ્યપદ મળી શકે છે. અને જો જો કોર્ટ સ્ટે આપવાનો ઈન્કાર કરે તો રાહુલ હાઈકોર્ટનો દરવાજો ખખડાવી શકે છે.
આ પણ વાંચો : નસવાડીમાં ACBની કસ્ટડીમાંથી ભાગેલા અધિક મદદનીશ ઇજનેર સામે નોંધવાઈ ફરિયાદ