દિલ્હીની સનસનીખેજ ક્રાઇમ સ્ટોરી સાંભળીને રૂંવાટા ઉભા થઇ જશે : પ્રેમિકાએ લગ્ન માટે દબાણ કરતા પ્રેમીએ ખેલ્યો ખૂની ખેલ
એક યુવક અને યુવતી બંને મુંબઈમાં એક મલ્ટીનેશનલ કંપનીના કોલ સેન્ટરમાં કામ કરતા હતા. બંને ત્યાં પહેલીવાર મળ્યા હતા. પહેલા બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી આ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ તે ખબર જ ન પડી. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. બંનેએ સાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું. પરંતુ બંનેના પરિવારજનો આ સંબંધની વિરુદ્ધ હતા, તેથી બંને મુંબઈ છોડીને દિલ્હીમાં રહેવા લાગ્યા. યુવતી તેના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ કરતી હતી. છોકરો હંમેશા તેની મજાક કરતો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો શરૂ થયો અને એક દિવસ અચાનક યુવતી ક્યાંક ગાયબ થઈ ગઈ અને 6 મહિના પછી યુવતી મળી ત્યારે તેને જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા.
આ પણ વાંચો : બળજબરીથી ધર્માંતરણ દેશ માટે મોટો ખતરો, સરકારને કડક પગલા લેવા SCનો આદેશ
ઘટના બન્યાના છ મહીના પછી આરોપી ઝડપાયો
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં રહેતા 59 વર્ષીય વિકાસ મદન વોકર દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં તેમની પુત્રીના અપહરણ માટે FIR નોંધાવી. જેમાં તેમણે જણાવ્યું કે આફતાબ અમીન પૂનાવાલા નામના છોકરાએ તેમની છોકરીનું અપહરણ કર્યું હતું. તે તેની પુત્રી શ્રદ્ધા વોકરનું લગ્નના બહાને અપહરણ કરીને મુંબઈથી દિલ્હી લઈ આવ્યો હતો. બંને મુંબઈમાં એક મલ્ટીનેશનલ કંપનીના કોલ સેન્ટરમાં સાથે કામ કરતા હતા. પોલીસે આ મામલે FIR નોંધી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી યુવકનો મોબાઈલ ફોન સર્વેલન્સ પર રાખ્યો હતો, જેથી પોલીસને આરોપી યુવકનું લોકેશન જાણવા મળ્યું. લોકેશનના આધારે પોલિસે આરોપી આફતાબ અમીન પૂનાવાલાની તેના ઘરેથી ધરપકડ કરી.આ ઘટના બન્યાના લગભગ 6 મહિના પછી તેનો ખુલાસો થયો હતો.
શ્રદ્ધાની લાશ જોઈ પોલિસ પણ ચોંકી ગઇ
પકડાયા બાદ આરોપી પૂનાવાલાએ પોલીસને જે સ્ટોરી કહી તે ખૂબ જ ચોંકાવનારી છે. આરોપીએ પુનાવાલાએ કબૂલ્યું હતું કે તેને જ તેની પ્રેમી શ્રદ્ધા વોકરની હત્યા કરી હતી. તેણે માત્ર તેની હત્યા જ નથી કરી પરંતુ તેની લાશને એવી રીતે ઠેકાણે પાડી કે તેને જોઇ પોલીસ પણ ચોંકી ગઇ. હત્યારા યુવકે કાયદાથી બચવા માટે તેની પ્રેમકાની લાશ એટલે કે શ્રદ્ધાના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા. અને ઘણા દિવસો સુધી તે ટુકડાઓ દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં ફેંકતો હતો. આ રીતે તેણે તેની પ્રેમિકાના શરીરના બેરહમીથી ટુકડા કરી અને તેનો નિકાલ કર્યો. આ હત્યાની ઘટનાને અંજામ આપીને તે આરામથી જીવતો હતો.
પરિવારે તેમનાં સબંધનો વિરોધ કરતા બંને મુંબઈથી ભાગીને દિલ્હી આવી ગયા હતા
વોકર પરિવાર મહારાષ્ટ્રના પાલઘરમાં રહે છે. તેમની 26 વર્ષની પુત્રી શ્રદ્ધા વોકર મુંબઈના મલાડ વિસ્તારમાં એક નામાંકિત કંપનીના કોલ સેન્ટરમાં કામ કરતી હતી. અહીં જ શ્રદ્ધા આફતાબ અમીન પૂનાવાલાને મળી હતી. ટૂંક સમયમાં જ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને તેઓ લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતાં. જ્યારે પરિવારને આ સંબંધની જાણ થઈ તો તેઓએ વિરોધ કર્યો હતો જેથી બંને દિલ્હી ભાગી ગયા હતા.
પરિવારને શંકા થતા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
શ્રદ્ધાના પિતા વિકાસ મદન વોકરે જણાવ્યું હતુ કે દીકરી અને આફતાબે વિરોધ કર્યા બાદ અચાનક જ મુંબઈ છોડી દીધું હતું. પછીથી ખબર પડી કે તે મહેરૌલીના છતરપુર વિસ્તારમાં રહે છે. ત્યાંથી તેમણે દીકરીની માહિતી એક યા બીજા માધ્યમથી મળતી હતી. પરંતુ મે મહિનાથી, તેઓને દીકરી વિશે કંઈ જ માહિતી મળી ન હતી. જેથી પિતાએ તેમના ફોન નંબર પર પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતું તેમનાં ફોન પણ લાગતા નહોતો . ત્યારબાદ 8 નવેમ્બરના રોજ અપ્રિય ઘટનાની આશંકાથી તેઓ સીધા છતરપુરના ફ્લેટમાં ગયા જ્યાં પુત્રી ભાડે રહેતી હતી. ત્યાં મકાન બંધ જોયા બાદ વિકાસ મહેરૌલી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસને અપહરણની જાણ કરી અને એફઆઈઆર નોંધાવી.
લગ્ન માટે દબાણ કરતા પ્રેમીએ પ્રેમિકાની નિર્દયતાથી હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધી
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આફતાબને શોધી કાઢ્યો હતો. આફતાબે પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો અને કહ્યું કે લગ્નને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. શ્રદ્ધા તેના પર લગ્ન માટે દબાણ કરતી હતી. આથી તેણે 18મી મેના રોજ શ્રદ્ધાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી.
લાશના ટુકડા કરીને જગલમાં ફેંકી દીધા
પૂનાવાલાએ છોકરીના મૃતદેહને ઠેકાણે પાડવા માટે એક વિલક્ષણ યુક્તિ અપનાવી હતી. તેણે લાશના અનેક ટુકડા કરી નાખ્યા હતાં. ત્યારબાદ તે ટુકડાઓ દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં ફેંકતો હતો. આરોપી આફતાબની પૂછપરછ કર્યા બાદ પોલીસે તેના કહેવા પર જંગલમાંથી કેટલાક માનવ હાડકાં કબજે કર્યા છે.
લાશના ટુકડા રાખવા હત્યારાએ નવું ફ્રીઝ ખરીદ્યું હતું
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી આફતાબે 300 લીટરનું નવું ફ્રિજ ખરીદ્યું હતું અને તેમાં મૃતદેહના તમામ ટુકડા રાખતો હતો. તે દરરોજ રાત્રે 2 વાગે ફ્લેટ છોડીને મૃતદેહનો ટુકડો જંગલમાં ફેંકી દેતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તેણે લગભગ 16 દિવસ સુધી આ રીતે લાશના ટુકડા ફેંક્યા હતા.