રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, ગુજરાત સરકાર અને પૂર્ણેશ મોદીને ફટકારી નોટિસ
- આજે રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
- સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને પૂર્ણેશ મોદીને ફટકારી નોટિસ
- સુપ્રીમ કોર્ટે કેસની આગામી સુનાવણી માટે 4 ઓગસ્ટની તારીખ નક્કી કરી
મોદી સરનેમ પર માનહાની કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ‘મોદી અટક’ પર તેમની વિવાદાસ્પદ ટિપ્પણીને લગતા ફોજદારી માનહાનિના કેસમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પડકારતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદી અને રાજ્ય સરકારનો જવાબ માંગ્યો હતો. કોર્ટે પૂર્ણેશ મોદીને નોટિસ ફટકારી છે, જેના પર તેમણે 10 દિવસમાં જવાબ આપવાનો રહેશે. આ મામલે આગામી સુનાવણી 10 ઓગસ્ટ 2023ના રોજ થશે. ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને અન્યને નોટિસ ફટકારી છે. સાથે જ ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં રાહુલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેમને દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવાની વિનંતી કરવામાં આવી હતી.
પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને અન્યને નોટિસ ફટકારી
મહત્વનું છે કે,કોર્ટે પૂર્ણેશ મોદીને નોટિસ ફટકારી છે, જેના પર તેમણે 10 દિવસમાં જવાબ આપવાનો રહેશે. આ મામલે આગામી સુનાવણી 10 ઓગસ્ટ 2023ના રોજ થશે. ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને અન્યને નોટિસ ફટકારી છે. સાથે જ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પીકે મિશ્રાની બેંચે રાહુલની અરજી પર સુનાવણી કરતી વખતે પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી.
શું છે સમગ્ર ઘટના
પૂર્ણેશ મોદીએ 13 એપ્રિલ 2019 ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલી દરમિયાન ‘મોદી અટક’ વિશેની તેમની વિવાદાસ્પદ ટિપ્પણી માટે વર્ષ 2019માં કોંગ્રેસ નેતા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાહુલ ગાંધીને ‘મોદી અટક’ વિશેની તેમની વિવાદાસ્પદ ટીપ્પણીને લગતા ગુનાહિત માનહાનિના કેસમાં ગુજરાતની અદાલતે તેમને દોષિત ઠેરવ્યા અને બે વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ 24 માર્ચે લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રાહુલની સજા પર સ્ટે મુકવાથી તેમના લોકસભાના સભ્ય તરીકે પુનઃસ્થાપિત થવાનો માર્ગ મોકળો થઈ શક્યો હોત પરંતુ તેમને સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી ન હતી.
આ પણ વાંચો : ઈસ્કોન બ્રીજ પર અકસ્માત સર્જનાર તથ્યએ સાચું કબુલ્યું, કહ્યું – “હા ગાડીની સ્પીડ 120 હતી”, જાણો બીજુ શું કહ્યું ?