નેશનલબિઝનેસ

સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ કેસની સુનાવણી મોકૂફ, હવે ક્યારે ?

Text To Speech

અદાણી-હિંડનબર્ગ કેસ: અદાણી-હિંડનબર્ગ કેસમાં સેબીનો તપાસ રિપોર્ટ આજે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા અદાણી-હિંડનબર્ગ કેસની સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. હવે આ કેસની સુનાવણી સૂત્રોના જણાવ્યા અનુસાર 20 ઓક્ટોબર 2023ના રોજ સુપ્રીમ કોર્ટમાં થશે.

સેબી દ્વારા દાખલ કરેલ રિપોર્ટ પર ચર્ચા:

સુપ્રીમ કોર્ટ અદાણી-હિંડનબર્ગ કેસની આજે સુનાવણી કરવાની હતી. જેમાં માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા ફાઈલ કરવામાં આવેલ લેટેસ્ટ સ્ટેટસ રિપોર્ટને ધ્યાનમાં લેવાનો હતો. ઓગસ્ટમાં સેબીએ કોર્ટને કહ્યું હતું કે તેણે અદાણી જૂથ સામેના બે સિવાયના તમામ આરોપોની તપાસ પૂર્ણ કરી છે. આ સિવાય પાંચ ટેક્સ હેવન દેશો પાસેથી વિદેશી સંસ્થાઓ પાછળના વાસ્તવિક માલિકો વિશે માહિતીની રાહ જોવાઈ રહી છે.

આજે ફરી અદાણીના શેરમાં ધટાડો જોવા મળ્યો:

સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ કેસની સુનાવણીના કારણે આજે સવારથી અદાણીના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેર આજે સવારથી નીચા જોવા મળી રહ્યા છે અને શરૂઆતના થોડા કલાકોમાં તે 3 ટકાથી વધુ તૂટ્યો હતો. આજે શેર પ્રતિ શેર રૂ. 2422.35 પર નીચે ગયો હતો, જ્યારે અગાઉના ટ્રેડિંગ સેશનમાં એટલે કે ગઇકાલે આ શેર રૂ. 2,605.30 પ્રતિ શેર પર સ્થિર થયો હતો. આ સિવાય અદાણી પાવર અને અદાણી ટોટલ ગેસના શેરમાં એકથી 1.25 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આજે, અદાણી ગ્રુપના તમામ 10 લિસ્ટેડ શેર્સમાં ઘટાડા જોવા મળી રહ્યો છે.

શું છે મામલો

24 જાન્યુઆરી, 2023 ના રોજ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યો જેમાં અદાણી ગ્રુપ પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા, ત્યારબાદ અદાણીના શેરમાં તીવ્ર ઘટાડો શરૂ થયો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે 2 માર્ચ, 2023 ના રોજ અદાણી ગ્રૂપના શેરમાં થયેલા જંગી ઘટાડાની તપાસ કરવા અને નાના રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીની વર્તમાન નિયમનકારી પદ્ધતિની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ નિષ્ણાત સમિતિની રચના કરી હતી.

આ પણ વાંચો: મુકેશ અંબાણી બન્યા ભારતના ધનિક વ્યક્તિ, ટોપ-100માં 3 નવા નામ

Back to top button