મોરબીઃ ઝુલતા પૂલના તૂટવાની દુર્ઘટના મુદ્દે આજે રાજ્ય સરકાર તેમજ માનવ અધિકાર પંચ હાઇકોર્ટ સમક્ષ પોતાનો જવાબ રજૂ કરી શકે છે. મોરબીમાં ઝુલતા પૂલને તૂટવાની દુર્ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી થઈ હતી, જેમાં CBIને તપાસ સોંપવા માંગણી કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ આખા મામલાનું હાઇકોર્ટે સ્વયમ સંજ્ઞાન લીધું હોવાનું તારણ કરતા આ મામલા પર નિષ્પક્ષ તપાસની જવાબદારી હાઇકોર્ટને સોંપી છે.આ કેસમાં રાજ્ય સરકાર તરફથી અને અન્ય પક્ષકારો તરફથી હાઇકોર્ટમાં રજૂ થનાર જવાબમાં જે તથ્યો બહાર આવે તે મહત્વના બની શકે છે.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો FSL રિપોર્ટ રજૂ થયો
મોરબીના ઝૂલતા પુલ શા કારણે તૂટી પડ્યો, આ માટે જવાબદાર કોણ સહિતની તમામ વાતને આવરી લેતો FSLનો રિપોર્ટ રજૂ થયો હતો. રિપોર્ટ મુજબ ઝૂલતા પુલના બોલ્ટ અને કેબલ કટાયેલા હતા તેમજ ઢીલા પડી ગયા હતા. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જે દિવસે પુલ તૂટ્યો તે દિવસે કુલ 3165 ટિકિટ ઇસ્યૂ કરાઇ હતી. વધુ મહત્વની વાતનો એ પણ ઉલ્લેખ કરાયો હતો કે, અહીં ટિકિટ લેનારને લાઇફ જેકેટ કે અન્ય કોઇ સલામતીનો સામાન પણ આપવામાં આવ્યો હતો
30 ઓક્ટોબરે બની હતી તે ગોઝારી ઘટના
ઉલ્લેખનિય છે કે, 30 ઓક્ટોબરે મોરબીનો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 141થી વધુ લોકોના મોત થયા હતા.આ બ્રીજને રિનોવેટ કરીને ખુલ્લો મૂકાયાના ગણતરીના દિવસમાં જ તે તૂટી પડ્યો હતો. ફિટનેસ સર્ટીફિકેટ વિના કે કોઇ ટ્રાયલ વિના જ બ્રીજ ચાલુ કરી દેવાયો હતો. આ પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપનીને આપ્યો હતો જેને જિંદાલ ગ્રૂપને કામ સૌંપ્યું હતું .પરંતુ આટલી મોટી દુર્ઘટના બાદ પણ કંપનીના માલિકની ધરપકડ તો શું પૂછપરછ શુદ્ધા નથી થઇ. આજ કારણ છે કે લોકો સરકાર સામે કંપનીના માલિકને બચાવવાનો પ્રયાસનો આપેક્ષ કરી રહ્યાં છે.