ફૂડહેલ્થ

ઠંડીની ઋતુમાં શરીર માટે હેલ્ધી સાલમ પાક રેસીપી 

ડ્રાય ફ્રુટ્સ અને જડીબુટ્ટી ઉમેરીને તૈયાર કરેલો સાલમ પાક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. જો તમે ઈચ્છો છો કે એવી કોઈ દવા હોય જે થોડા દિવસ ખાવાથી આખા વર્ષ માટે શરીરમાં સંગ્રહિત થઈ શકે, તો આજની રેસિપી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. હા મિત્રો, આજે સાલમ પાકની રેસિપી વિશે જાણીએ જે આયુર્વેદિક ટોનિક તરીકે પણ ઓળખાય છે.

આવશ્યક સામગ્રી : 25 ગ્રામ કાજુના નાના ટુકડા કરેલાં, 25 ગ્રામ બદામના નાના ટુકડા કરેલાં, 50 ગ્રામ મગજતરી (તરબૂચના બીજ), 25 ગ્રામ ચારોલી, 25 ગ્રામ ખસખસ, 50 ગ્રામ શીંગોડાનો લોટ, 25 ગ્રામ પિસ્તા નાના ટુકડા કરેલાં, 25 ગ્રામ ખારેક પાવડર, 10 ગ્રામ ગંઠોડા પાવડર, 5 ગ્રામ સફેદ મૂસળી પાવડર, 10 ગ્રામ સફેદ મરીનો પાવડર, 5 ગ્રામ જાયફળનો પાવડર, 5 ગ્રામ એલચીનો પાઉડર, 10 ગ્રામ બત્રીસું (કાટલુ પાઉડર), 5 ગ્રામ જાવંત્રી પાઉડર, 5 ગ્રામ પીપર પાઉડર, 10-12 કેસર, 5 ગ્રામ કાળી મૂસળી પાવડર, 5 ગ્રામ સાલમ પાવડર, 25 ગ્રામ કમળકાકડી પાવડર, 20 ગ્રામ સૂંઠનો પાઉડર, 1 કપ દૂધ, 500 ગ્રામ ખાંડ, 400 ગ્રામ ગાય નું ઘી, 500 ગ્રામ મોળો માવો, 100 ગ્રામ શુદ્ધ ઘી.

સાલમ પાક બનાવવાની વિધિ : સૌપ્રથમ એક બાઉલમાં ગરમ દૂધની અંદર એલચી પાવડર, જાયફળ પાવડર અને કેસર નાખીને બાજુ પર રાખો., એક મોટી કડાઈ અથવા કડાઈમાં ઘી ગરમ કરી મધ્યમ તાપ પર તેમાં માવો અને ખાંડ ઉમેરો., માવો અને ખાંડને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો., શિંગોડાનો લોટ અને તમામ પાઉડર (ખારેક પાવડર, કમળ કાકડી પાવડર, ગંઠોડા પાવડર, સફેદ મરીનો પાવડર, બત્રીસુ (કટલુ પાવડર), જાવંત્રી પાવડર, મરીનો પાવડર, સેફદ મુસલી પાવડર, કાળી મુસલી પાવડર, સાલમ પાવડર) ઉમેરો., અને તેમાં કાજુ, બદામ, પિસ્તા, ચારોલી, ખસખસ અને મગજતરી પણ નાંખો., બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને બધી વસ્તુઓને મીડીયમ ફ્લેમ પર ત્યાં સુધી શેકી લો જ્યાં સુધી ઘી છૂટું પડવા ન લાગે અને તેનો રંગ ચોકલેટ કલર જેવો થઈ જાય., હવે તેમાં કેસર-એલચી-જાયફળનું દૂધ ઉમેરો અને 2-4 મિનિટ પકાવો., હવે એક થાળીને ઘીથી ગ્રીસ કરો અને તેમાં તૈયાર કરેલો સાલમ પાક નાખો અને તેને ઠંડુ થવા માટે રાખો., જ્યારે સાલમ પાક થોડો ઠંડો થઈ જાય, ત્યારે જામખંભાળિયાનું શુદ્ધ ઘી સાલમ પાકની રેસીપી પર ફેલાવો., અને તેના પર કાજુ, બદામ અને પિસ્તા ફેલાવો., તેને 4-5 કલાક માટે સારી રીતે સેટ થવા દો અને પછી તેના મનપસંદ ટુકડા કરી લો., ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી સાલમ પાક રેસીપી તૈયાર છે. સાલમ પાક રેસીપી ખાઓ અને સ્વસ્થ રહો.

સૂચનો : 1. આ સાલમ પાક રેસીપીમાં તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ્સનો પણ ઉપયોગ કરી શકો છો., 2. અહીં ખારેક પાવડરનો ઉપયોગ કર્યો છે, તમે ખજૂરની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકાય છે., 3. તમે તમારી ઈચ્છા મુજબ ઘીનું પ્રમાણ વધારી કે ઘટાડી શકો છો., 4. સાલમ પાકને વધુ તીખો બનાવવા માટે કાળી મરીનો પાવડરની માત્રા વધારવી. શુદ્ધ ઘીની જગ્યાએ તમે ચાંદીની વરખ પણ વાપરી શકો છો.

Back to top button