વધુ પડતું દહીં ખાતા હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે આ આડ અસર
Health Tips: અનેક બીમારીમાં ડૉક્ટરો દહીંનું સેવન કરવાની સલાહ આપે છે. કારણકે દહીમાં અનેક પોષક તત્વો હોય છે. દહીને ડાયટમાં સામેલ કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. જોકે ઘણી વખત તે પરેશાનીનું પણ કારણ બની શકે છે. દહીં ખાવાથી અઢળક ફાયદા તો થાય જ છે પરંતુ ક્યારેક નુકસાન પણ થાય છે.
દહીં ખાવાથી થતાં નુકસાન
કબજીયાતઃ કેટલાક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો તમને પાચન સંબંધી સમસ્યા હોય તો દહીં ખાવાખી દૂર રહેવું જોઈએ. કારણકે દહીં ખાવાથી અનેક લોકોને કબજીયાતની સમસ્યા થઈ શકે છે. જોકે હજુ સુધી આ સાબિત થયું નથી.
એસિડિટીઃ દહીંનું યોગ્ય સમયે સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે. ખોટા સમય પર દહીં ખાવાથી એસિડિટી પણ થઈ શકે છે. મોડી રાત્રે દહીં ખાવાનું ટાળવું જોઈએ.
સોજો આવી શકે છેઃ કોઈ પણ ચીજનું વધુ પડતું સેવન હાનિકારક હોય છે. દહીંના કિસ્સામાં પણ આવું જ છે. દહીમાં કેસિઇન પ્રોટિન હોય છે, જે સાંધામાં દુખાવાનું કારણ બની શકે છે અને તેનાથી સોજો આવી શકે છે.
એલર્જીઃ કેટલાક લોકોને એલર્જી હોય છે. જે લોકોને ડેરી પ્રોડક્ટ્સની એલર્જી હોય તેમણે દહીં ખાવાથી બચવું જોઈએ.
ઈન્ફેક્શનનો ખતરોઃ દહીંના પ્રોબાયોટિક્સમાં રહેતા બેક્ટેરિયા કે યીસ્ટ લોહીમાં ભળી શકે છે, જેનાથી કેટલાક લોકોને ઈન્ફેક્શનનો ખતરો વધી શકે છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જાણકારી માટે છે. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લો.
આ પણ વાંચોઃ સેલૂનમાં હેડ મસાજ કરાવતાં પહેલાં થઈ જાવ સાવધાન, બની શકો છો આ બીમારીનો શિકાર