આરોગ્ય ટિપ્સ : આયુર્વેદ મુજબ આ વસ્તુઓ ક્યારેય એકસાથે ન ખાવી
અત્યારના સમયમાં લોકો જે આવે તે આચર-કુચર ખાઇ લેતા હોય છે ત્યારે જો ભોજન કર્યા પછી તમારા પેટમાં ગેસ બને છે કે પેટ સંબંધિત અન્ય બીમારી થાય છે તો સમજી લો કે તમે અયોગ્ય વિરુદ્ધ ખોરાક લો છો. કહેવાનો મતલબ છે કે જો તમે યોગ્ય પ્રકારના ખોરાકને ખોટી રીતના આહાર સાથે મેળવીને ખાવ છો તો તમને અનેક બીમારીઓ થઈ શકે છે. આજે આ લેખમાં આપણે આ વાત પર ચર્ચા કરીશુ કે તમારે કયા ખોરાક સાથે શુ ન ખાવુ જોઈએ. જો આપણે ખાવાનો મેળ-જોડ યોગ્ય નહી રાખીએ અને બેઢંગા રીતે જે મળી ગયુ તે ખાઈ લઈશુ તો આપણા શરીરને કોઈ પણ ફાયદો નહી કરે. આવો જાણીએ કે આપણું આયુર્વેદ આપણને કયા કયા આહારને એકસાથે ખાવાની ના પાડે છે. ખાવાની સાથે ફળ કે ત્યારબાદ ફળ પેટ અને આંતરડા દ્વારા ખૂબ જલ્દી શોષિત થઈ જાય છે. જ્યારે આપણે ફળને અનાજ મીટ કે સૂકા પદાર્થ સાથે ખાઈએ છીએ તો આ પેટમાં લાંબા સમય સુધી પડી રહે છે અને સડવા લાગે છે કે તેમા ખમીર ઉઠવા લાગે છે. આ ક્રિયા આંતરડાની દિવાલોને ડેમેજ કરે છે અને અન્ય બીમારીઓ પેદા કરે છે.
ખોરાક અને પાણી/જ્યુસ : ખાવાની સાથે પાણી ક્યારેય ન પીવુ જોઈએ. પાણી પેટના એસિડની શક્તિને ઓછી કરી નાખે છે. જેનાથી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફૈટ સારી રીતે પચતા નથી. તેથી કાયમ ભોજન કરવાના 10 મિનિટ પછી જ પાણી પીવો.
કોલ્ડ્રિંક અને મિંટ (ફુદીના) : કોલ્ડડ્રિંક પીધા પછી મિંટ ચ્વિંગમ કે મિંટ યુક્ત પાન મસાલા વગેરે બિલકુલ ન ખાશો. આ બંનેને મિક્સ કરવાથી સાઈનાઈડ બને છે જે એક પ્રકારનુ ઝેર હોય છે.
બટાકા અને ટામેટા : ટામેટામાં એસિડ હોય છે જે સ્ટાર્ચ યુક્ત આહાર જેવા કે ચોખા કે બટાકા ખાતા પેટમાં ગેસ અને પેટની અન્ય તકલીફો થાય છે. બરગર અને ફ્રાઈઝ અતિ કરતા વધુ બાફેલો આહાર અને હાઈ લેવલના વસા, પ્રિઝર્વેટિવ અને અન્ય કેમિકલ મેળવેલો આહાર એક સાથે ખાતા ચારકોલ જેવો તત્વ બની જાય છે. પછી જ્યારે આ આલુની ફ્રાઈઝ સાથે મિક્સ હોય છે ત્યારે શરીરમાં સોજો પેદા થાય છે અને એંજિંગ પ્રોસેસ શરૂ થઈ જાય છે.
ડુંગળી અને દૂધ : ડુંગળી સાથે દૂધનુ સેવન કરવાથી અનેક પ્રકારની ત્વચાના રોજ જેવા કે દાદ, ખાજ, ખુજલી, એક્ઝિમા, સોરાઈસિસ વગેરે થવાની શક્યતા રહે છે.
દહી સાથે પરાઠા : દહી સાથે પરાઠા કે અન્ય તળેલી શેકેલી વસ્તુઓ લેવાથી દહી ફૈટના પાચનમાં અવરોધ ઉભો કરે છે. તેનાથી ફૈટ્સ દ્વારા મળનારી એનર્જી શરીરને મળી શકતી નથી. પશુ પ્રોટીન અને સ્ટાર્ચ આ બંનેનું એકસાથે સેવન કરવાથી પેટમાં ગેસની સમસ્યા, બેચેની અને પેટ ફૂલવા વગેરેની સમસ્યા થઈ શકે છે.
પૌષ્ટિક ચણાના ફાયદા
ચણા ખૂબ પૌષ્ટિક છે. તે મીઠા, વાતકર, રોચક, લખા, હલકા, ઠંડા, ગડગડાટ કરનાર રંગ સુધારનાર અને બળવર્ધક છે. તે કમળો, માથાનો દુ:ખાવો, રક્તપિત્ત, કફરોગ, પિત્તરોગ વાત વગેરેમાં ફાયદાકારક છે. (1) રાત્રે 50 ગ્રામ ચણા કે ચણાની દાળ પલાળી સવારે નરણા કોઠે ખૂબ ચાવીને ખાવા. માત્ર એક મહિનાના પ્રયોગથી જ ખૂબ લાભ થશે. આ પ્રયોગ દરમિયાન બહુ ખાવું નહિ. વારંવાર કે આચરકુચર ખાવું નહિ. નહિતર ચણા પચશે નહિ અને ગેસ કરશે. (2) કમળાના રોગમાં શેકેલા, બાફેલા કે પલાળેલા ચણા ખૂબ ચાવીને ખાવાથી તે દવાનું કામ કરે છે. (3) કફવાળી ઉધરસમાં રાત્રે શેકેલા ચણા ખાઈ પાણી પીધા વગર સૂઈ જવાથી લાભ થાય છે. (4) માથું દુ:ખતું હોય તો શેકેલા ચણા ખાઈ ઉપર પાણી ન પીવું (પ) રાત્રે પલાળેલા કે ફણગાવેલા ચણા કે ચણાની દાળ માત્ર દૂધ સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે, નબળાઇ દૂર થાય છે. (6) રાત્રે શેકેલા ચણા ખાઇ ઉપર દૂધ પીવાથી કફ દૂર થાય છે. (7) ચણા ખાઇ ગરમ પાણી પીવાથી અવાજ ઊઘડે છે. (8) ગોળ-ચણા ખાવાથી અવાજ ઊઘડે છે. (9) ગરમા ગરમ ચણા ખાવાથી દૂઝતા હરસનો રક્તસાવ મટે છે. (10) ચણાને રાત્રે સરકામાં પલાળી રાખી સવારે ખાલી પેટે ખાવાથી કૃમિ, પેટનાં દર્દ તથા ઉદરશૂળ મટે છે. (11) ચણાનો લોટ ચોળીને નાહવાથી પરસેવાની ગંધ તથા ખુજલી મટે છે. (12) ચણાનો લોટ પાણીમાં પીસી મધ મેળવી લગાડવાથી અંડકોષનો સોજો મટે છે.
હીંગ્વાષ્ટક ચુર્ણનાં આયુર્વેદિક ફાયદા
હીંગ્વાષ્ટક ચુર્ણ હીંગ, સુંઠ, મરી, પીપર (ગણદેવી લીંડીપીપર), અજમો, જીરુ, શાહજીરુ અને સીંધવનું સરખા વજને મીશ્ર કરીને બનાવેલું ચુર્ણ એ હીંગ્વાષ્ટક ચુર્ણ. આ ચુર્ણ ખુબ બારીક બનાવી, વસ્ત્રગાળ કરી એરટાઈટ બોટલમાં ભરી લેવું. જેમને આહાર પર રુચી જ થતી ન હોય, ગેસ થયા કરતો હોય, આહાર પચતો ન હોય, જઠરાગ્ની મંદ પડી ગયો હોય, કબજીયાત રહેતી હોય એવા દર્દીઓએ આવું તાજું જ બનાવેલું હીંગ્વાષ્ટક ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું તાજી મોળી છાશમાં અથવા ભાતમાં મીશ્ર કરી ખાવું.