આરોગ્ય મંત્રાલયના અધિકારીની લાંચ લેતા ધરપકડ, ફરિયાદી પાસેથી માંગ્યા હતા 1.5 લાખ
CBIએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અન્ડર સેક્રેટરીની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી છે. CBIના એક અધિકારીએ કહ્યું કે તેણે મેડિકલ પ્રોફેશનલને જરૂરિયાતનું નિવેદન આપવા માટે લાંચની માંગણી કરી હતી.
આ પણ વાંચો : આખા વર્ષનું મરચું ભરતા પહેલા ચેતી જજો ! આ શહેરમાંથી મરચાના પાઉડરમાં મળ્યા પથ્થરના કણ
Central Bureau of Investigation (CBI) arrested one Sonu Kumar, Under Secretary, Ministry of Health & Family Welfare (GOI), New Delhi for accepting a bribe of Rs 1.5 lakh: CBI
— ANI (@ANI) May 6, 2023
ભારતીય ડોકટરોને યુ.એસ.માં ઉચ્ચ તબીબી અભ્યાસ કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જરૂરિયાતનું નિવેદન આપવામાં આવે છે. એજન્સીએ યુએસમાં રહેતા એક ભારતીય ડોક્ટરની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ અન્ડર સેક્રેટરી સોનુ કુમાર તરીકે થઈ છે. ભારતીય ડૉક્ટરે કહ્યું કે તેણે સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી સ્ટેટમેન્ટ ઑફ નીડ માટે અરજી કરી છે. જેને લઈ સોનુ કુમારે નિવેદનની અસલ હાર્ડ કોપી આપવાને બદલે તેની પાસેથી 1.5 લાખ રૂપિયાની માંગ કરી હતી. CBIના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફરિયાદીએ ઉપરોક્ત પ્રમાણપત્રની પ્રિન્ટ આઉટ સાથે જોડ્યું છે જે અન્ડર સેક્રેટરી દ્વારા તેના મિત્રને ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યું હતું.