દેશ સહિત રાજ્યમાં છેલ્લા ઘણા સપ્તાહથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજથી બે દિવસ માટે રાજવ્યાપી દરેક હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલમાં રાજ્યની હોસ્પિટલોમાં કોરોનાને લઈને પૂરતી વ્યવસ્થા છે કે કેમ તેની સમીક્ષા કરવામાં આવશે અને બાદમાં જરૂરિયાત મુજબ પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.
કોરોનાની સંભવિત પરિસ્થિતિઓની સભ્યતા અર્થેની મોકડ્રીલમાં આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સહભાગી બનીને ઓક્સિજન પ્લાન્ટ , વેન્ટિલેટર , બેડ, દવાના જથ્થા સહિતની તમામ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું… pic.twitter.com/CkOyKpBHeM
— Rushikesh Patel (@Rushikeshmla) April 10, 2023
કોરોના મામલે આરોગીમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે પણ સરકાર તેના માટે પૂરતી વ્યવસ્થા કરી રહી છે. કોરોનાથી ડરવાની જરૂર નથી, માત્ર સાવચેતી રાખવાની જરૂર છે. વેક્સિન બાબતે વાત કરતાં ઋષિકેશ પટેલે સ્વીકાર્યું હતું કે હાલ રાજ્યમાં વેક્સિનની ઘટ છે પણ કેન્દ્ર સરકાર પાસે તેની માંગણી કરવામાં આવી છે એટલે ટૂંક સમયમાં વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. ફરજિયાત મસ્ક બાબતે વાત કરતાં ઋષિકેશ પટેલે કહ્યું હતું કે રાજ્યની હાલની કોવિડ ગાઈડલાઇન પ્રમાણે ફરજિયાત માસ્કની જરૂર નથી પણ આગામી સમયમાં જરૂર લાગશે તો માસ્ક ફરજિયાત કરવામાં આવશે.
આ પણ વાંચો : Corona ને લઈ રાજ્યમાં આજથી બે દિવસ માટે તમામ હોસ્પિટલમાં થશે મોકડ્રીલ
ઉલ્લેખનીય છે કે દેશમાં જે રીતે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તે જોતાં અન્ય રાજ્યો જેવા કે હરિયાણા, ઓડીસા અને કેરળમાં સાર્વજનિક સ્થળોએ માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યા છે ત્યારે ગુજરાતમાં પણ ટૂંક સમયમાં સરકાર માસ્ક ફરજિયાત કરશે તેવું હાલની સ્થિતિએ દેખાઈ રહ્યું છે.