ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહેલ્થ

દેશમાં વધ્યું કોરોનાનું સંક્રમણ, આજે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે માંડવિયાની બેઠક

Text To Speech

દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે કોરોનાની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે.

corona

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરશે. આ વર્ચ્યુઅલ મીટિંગમાં આરોગ્ય વિભાગ, નીતિ આયોગ, NTAGIના અધિકારીઓ પણ ભાગ લેશે. મનસુખ માંડવિયાએ કોરાનાની સ્થિતિ પર કહ્યું કે આપણે સાવધાન રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. હાલમાં, દેશમાં ચાલી રહેલા ઓમિક્રોનના પેટા વેરિઅન્ટે હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં વધારો કર્યો નથી.

આ પણ વાંચોઃ કોરોનાએ એક અઠવાડિયામાં જ હાહાકાર મચાવ્યો! આ રાજ્યમાં સતત કેસમાં વધારો

દેશમાં 5 હજારથી વધુ કેસ નોંધાયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં 5,335 નવા કેસ નોંધાયા છે, જે બુધવારે નોંધાયેલા કેસો કરતાં લગભગ 20 ટકા વધુ છે. આ છેલ્લા 195 દિવસમાં નોંધાયેલા દૈનિક કેસોની મહત્તમ સંખ્યા છે. અગાઉ ગયા વર્ષે 23 સપ્ટેમ્બરે કોરોનાના 5,383 કેસ નોંધાયા હતા.

corona virus
corona virus

કોરોનાના કેસોની વધતી સંખ્યા

છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોરાનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 1 એપ્રિલે દેશમાં 2,994 કેસ મળી આવ્યા હતા, 2 એપ્રિલે 3,824 કેસ નોંધાયા હતા. 3જી એપ્રિલે 3,641 અને 4 એપ્રિલે 3038 કેસ નોંધાયા હતા. અને 5 એપ્રિલે 4,435 કેસ નોંધાયા હતા. હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 25,587 થઈ ગઈ છે.

covid viurs

ગુજરાતની સ્થિતિ અંગે થશે ચર્ચા

ગુજરાતમાં હાલ 2041 એક્ટિવ કેસો છે, જેમાં 11 વેન્ટિલેટર પર જ્યારે બાકીના સ્ટેબલ સ્થિતિમાં છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ, જીનોમ સિકવનસિંગ, મોકડ્રિલ, બુસ્ટર ડોઝ અંગે થશે ચર્ચા બેઠકમાં આરોગ્ય મંત્રી સાથે આરોગ્ય સચિવ તથા હેલ્થ વિભાગના અધિકારીઓ જોડાશે.

Back to top button