દેશમાં કોરોનાએ ફરીવાર પગપેસારો કર્યો, બમણા કેસ નોંધાતા કેન્દ્ર સરકાર એલર્ટ
નવી દિલ્હી, 20 ડિસેમ્બર: કોરોનાએ ફરીવાર ઉથલો મારતા ચિંતા વધારી દીધી છે. સ્વાસ્થય મંત્રાલયની વેબસાઈટ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં COVID-19ના 341 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કેરળમાં 3 દર્દીના મૃત્યુ થયા છે. 341 કોરોના સંક્રમણ કેસોમાંથી 292 કેસ તો કેરળના હતા. જો કે, અચાનક જ કોરોનાએ વાપસી કરતા કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી મનસુખ માંડવિયાએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સતર્ક રહેવા જણાવ્યું છે. તેમજ રાજ્ય સરકારને સજ્જ રહેવા માટે નિર્દેશો આપ્યા છે.
आज देश के सभी राज्यों एवं UTs के स्वास्थ्य मंत्रियों व वरिष्ठ अधिकारियों के साथ respiratory illnesses (कोविड-19 समेत) और public health संबंधित तैयारियों को लेकर समीक्षा बैठक की।
बैठक में सभी राज्यों ने स्वास्थ्य सुविधाओं के बेहतर क्रियान्वयन हेतु सकारात्मक दृष्टिकोण रखा। pic.twitter.com/rYkDCIkg2F
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 20, 2023
સ્વાસ્થય મંત્રીએ સતર્ક રહેવા જણાવ્યું
દેશમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓને મળ્યા હતા. તેમણે રાજ્ય સરકારોને અપીલ કરી કે આપણે રાજકારણને બાજુ પર રાખીને સાથે મળીને કામ કરવું પડશે. સાવધાન રહેવાની જરૂર છે. હોસ્પિટલોની સજ્જતા માટે મોક ડ્રીલ, દેખરેખ અને શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહત્ત્વનું છે કે કેરળ બાદ મહારાષ્ટ્ર અને ગોવામાં પણ કોરોના વેરિયન્ટે દસ્તક આપી છે. આ બે રાજ્યોમાં આ નવા પ્રકાર JN.1 ના 19 કેસ નોંધાયા છે. આ સિવાય નવ દિવસમાં કોરોનાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. કેસ બમણા થયા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયા 341 કેસ
કેરળમાં હાલમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 292 કેસ નોંધાયા છે. જ્યારે તમિલનાડુમાં 13 કેસ, મહારાષ્ટ્રમાં 11 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત કર્ણાટકમાં 9 લોકો કોરોનામાં સપડાયા છે. તેલંગાણા અને પોંડિચેરીમાં 4-4 કેસ, દિલ્હી અને ગુજરાતમાં 3-3 કેસ અને પંજાબ અને ગોવામાં 1-1 કેસ નોંધાયા છે. જો કે, આટલા સમય બાદ કોરોનાના કેસમાં અચાનક જ વધારો થતાં ફફડાટનો માહોલ છે. દેશમાં કોવિડ -19 કેસોમાં ઉછાળા વચ્ચે દિલ્હીના ડોકટર્સે લોકોને માસ્ક પહેરવા, ભીડથી દૂર રહેવાની સલાહ આપી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોવિડની રી-એન્ટ્રી, દક્ષિણ ભારત ફરવા ગયેલી ગાંધીનગરની બે મહિલાઓ કોરોના પોઝિટીવ