અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ઇસ્કોન માર્ગ અકસ્માતને લઈ આરોગ્યમંત્રી સહિત ગૃહમંત્રી સોલા સિવિલ પહોંચ્યા, મૃતકોના પરિજનોને મળી સંવેદના વ્યક્ત કરી

  • ઇસ્કોન માર્ગ અકસ્માતને લઈ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સોલા સિવિલ પહોંચ્યાં
  • ઋષિકેશ પટેલે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી
  • આરોગ્ય મંત્રીએ મૃતકોના પરિજનોને મળી સંવેદના વ્યક્ત કરી

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર ગત મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટા ગણી શકાય તેવા અકસ્માતમાંનો એક છે. જેમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. ગોઝારા અકસ્માતને લઈને લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. જે બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ઈાજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં હાલ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. ત્યારે આ અકસ્માતને લઈ મુખ્યમંત્રી દ્વારા દુ:ખ વ્યક્ત કરી સહાય જાહેર કરવામાં આવી છે. બીજી તરફ ઇસ્કોન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવંગતોના પરિવારજનોની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઇ સંવેદના વ્યક્ત કરી છે.

અમદાવાદ અક્સમાત-humdekhengenews

ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી સોલા સિવિલ હોસ્પિટલ પહોચ્યા

મહત્વનું છે કે, ગઈકાલે રાત્રે થયેલા આ ગોજારા અકસ્માતને લઈ સૌ કોઈ આઘાતમાં જોવા મળી રહ્યા છે. જેથી પરિસ્થિતિને જોતા હાલ ઋષિકેશ પટેલ સહિત રાજ્યના ગૃહમંત્રીએ આજના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. અને અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્કોના પરિવારજનોની મુલાકાત લીધી છે. સાથે જ આરોપીઓને છોડવામાં નહિ આવેની ખાતરી પણ આપી છે. આ પહેલા ગૃહમંત્રીએ ટ્વીટ કરીને આ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

મોડી રાત્રે બ્રિજ પર મોતની ચીચીયારીઓ ગૂંજી

અમદાવાદમાં બુધવારની ગોઝારી રાત ઇતિહાસમાં કાળમુખી બની છે. મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ થોડીવારમાં મોતની ચીચીયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો. ઇસ્કોન બ્રિજ પર ફરવા નીકળેલા યુવાનો ચિચિયારીઓ પાડતા હતા. પરંતુ બીજી ઘડીએ એક પૈસાદાર બાપના નબીરાએ પોતાની કારથી અકસ્માત સર્જીને 9 લોકોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં મોત પામનાર લોકોના પરિજનોનો વલોપાત જોઈ સૌ કોઈ કંપી ઉઠ્યા હતા. બ્રીજ પર મૃતદેહો પડેલા જોવા મળી રહ્યા હતા. ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. અકસ્માત થયા બાદ રસ્તાઓ પર ચારે તરફ લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. પોલીસ ઈજાગ્રસ્તોની મદદમાં હતી. તે સમયે વરસાદ શરૂ થતા લોહી ફેલાઈ ગયું હતું. જ્યાં બીજી તરફ પોતાની આંખે આ દ્રશ્યો જોનારા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. સૌ કોઈ આ અક્સ્માતને કારણે આઘાતમાં જતા રહ્યા હતા.

મૃતકોના પરિજનોને અને ઈજાગ્રસ્તોને સહાય

ઈસ્કોન બ્રીજ પર થયેલા ગોજારા અકસ્માતને લઈ મુખ્યમંત્રી દ્વારા દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમણે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કરી અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરી હતી. સાથે જ ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરી મૃતકના પરિવારજનોને રૂ. 4-4 લાખની અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી છે.

 આ પણ વાંચો : અમદાવાદના ઈસ્કોન બ્રીજ અકસ્માતને લઈ CM સહિત ગૃહ મંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકો અને ઈજાગ્રસ્તોને સહાય જાહેર કરાઈ

Back to top button