ગુજરાતમાં ખૂણે-ખૂણે નકલી ખાદ્ય પદાર્થ તથા વસ્તુઓનો વેપલો, આરોગ્ય વિભાગની ટીમોએ કર્યો પર્દાફાશ
- કેમિકલયુક્ત તાડીના કારણે ઘણાં લોકોના આરોગ્ય બગડી શકે તેવી શક્યતાઓ
- અમદાવાદ શહેરમાંથી ઘી-પનીરનાં લીધેલ નમૂનાં ફેલ થયા
- ખેડામાંથી હળદર, ઘી બાદ પાચન માટે વપરાતા ઈનો સોડાની નકલી ફેક્ટરી ઝડપાઈ
ગુજરાતમાં ખૂણે-ખૂણે નકલી ખાદ્ય પદાર્થ તથા વસ્તુઓનો વેપલો જોવા મળ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમોએ પર્દાફાશ કર્યો છે. શિયાળામાં જોઈને ખાજો નહીં તો સ્વાસ્થ્ય બગડશે. હવે શિયાળો શરૂ થઈ રહ્યો છે. અલગ અલગ આયુર્વેદિક ચીજો, વસાણાઓ અને સ્ફૂર્તિદાયક ચીજો ખાવાનું ચલણ વધશે. લોકો ઘરે નથી બનાવી શકતા તો બહારથી લઈને ખાય છે પરંતુ આ શિયાળો તમારા માટે ખતરનાક બની શકે છે.
કેમિકલયુક્ત તાડીના કારણે ઘણાં લોકોના આરોગ્ય બગડી શકે તેવી શક્યતાઓ
ગુજરાતમાં ઠેરઠેર હાલ મિલાવટના મેગામોલ ચાલી રહ્યા છે. એટલે બહારની ખાણીપીણીની ચીજો ખાતા પહેલા ચેતવું જરૂરી છે. હાલમાં અમદાવાદ શહેરમાં ઓરિજિનલ તાડીના બદલે કેમિકલવાળી તાડી ઝડપાઈ છે. પોલીસે કેમિકલ યુક્ત તાડી બનાવી વેચનારની ધરપકડ કરી છે. પોલીસે બાતમીનાં આધારે રામોલનાં રાજનગરનાં છાપરામાં દરોડા પાડ્યા હતા. ભરત ચુનારા અને સમીર શેખ નામનાં શખ્સની ધરપકડ કરી છે. રૂ 1.38 લાખની કિંમતનું 138 કિલો કેમિકલ જપ્ત કર્યું હતું. બંને આરોપીની ધરપકડ કરી રૂ 1.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કેમકલયુક્ત તાડીના કારણે ઘણાં લોકોના આરોગ્ય બગડી શકે તેવી શક્યતાઓ હતી.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં મુંબઇ કરતા મોંઘુ પાણી પી રહ્યાં છે રહીશો
અમદાવાદ સહિત રાજ્યભરમાં બનાવટી દવાનાં કૌભાંડનો પર્દાફાશ
આરોગ્ય વિભાગની ટીમોએ અમદાવાદ સહિત રાજ્યભરમાં બનાવટી દવાનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ બાબતે ઈસનપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. માહિતી પ્રમાણે 4ની સામે કેસ નોંધાયો હતો. ત્યારે આ બનાવટી દવામાં પોલીસે નારોલનાં મૂન મેડિકલ સ્ટોરનાં માલિક વિશાલ મકવાણાની ધરપકડ કરી હતી. આ મામલે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને લઇ રાજકીય ગરમાવો, રાજભવનમાં મિટિંગો શરૂ
અમદાવાદ શહેરમાંથી ઘી-પનીરનાં લીધેલ નમૂનાં ફેલ થયા
મનપાની આરોગ્ય ટીમોએ અમદાવાદ શહેરમાંથી ઘી-પનીરનાં લીધેલ નમૂનાં ફેલ થયા હતા. પાલડી જલારામ પરોઠા હાઉસમાંથી પનીર સેમ્પલ લેવાયા હતા. જે ક્વોલિટીમાં ફેલ થયા હતા. જૂના માધુપુરાનાં એચ.પી. ફૂડ્સમાંથી લીધેલા ઘીનાં નમૂનાં પણ ખાવા યોગ્ય મળ્યા નથી. જ્યારે નિકોલ સહજાનંદ ઘી પાર્લરમાંથી લીધેલ ઘી નમૂના ફેલ થયા હતા. મેમનગરનાં શ્રીજી ડેરી પાર્લરમાંથી લીધેલા ઘીના સેમ્પલ ફેલ થયા હતા. આમ અમદાવાદ શહેરમાંથી લેવામાં આવેલા ઘણાં નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ ક્વોલિટીના જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં બેવડી ઋતુનો થશે અનુભવ, હવામાન વિભાગે કરી આગાહી
ખેડામાંથી હળદર, ઘી બાદ પાચન માટે વપરાતા ઈનો સોડાની નકલી ફેક્ટરી ઝડપાઈ
ખેડામાંથી હળદર, ઘી બાદ પાચન માટે વપરાતા ઈનો સોડાની નકલી ફેક્ટરી ઝડપાઈ છે. માતર જીઆઈડીસીમાં ઈનો બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. ઈનો જેવો જ પાવડર વાપરી ઈનો કંપનીના નામ હેઠળ વેચાણ કરતા હતા. ત્યારે આ બાબતે માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ નકલી ઈનોના 22200 પેકેટ જપ્ત કરાયા હતા. અમદાવાદ, રાજસ્થાન, યુપીનાં 3 લોકોની ધરપકડ કરાઈ હતી. દિવાળી પહેલા ખેડામાંથી આવી નકલીની ફેક્ટરીઓ ઝડપાતા લોકોમાં હડકંપ મચી ગયો છે.