- ઘી-ગુડ રેસ્ટોરાની સેવખમણી, મીઠી ચટણીનાં નમૂના ફેલ
- મણિનગર જલારામ પરોઠા હાઉસને ક્લોઝર નોટિસ ફટકારી
- બોડકદેવમાં અંકલ ડોનાલ્ડ પિત્ઝાને નોટિસ, 15 હજારનો દંડ
અમદાવાદમાં આરોગ્ય વિભાગનો સપાટો છે. જેમાં શહેરની ઘી-ગુડ રેસ્ટોરાની સેવખમણી, મીઠી ચટણીનાં નમૂના ફેલ થતા આરોગ્ય વિભાગ દ્વારા પ્રહલાદનગરની ઘી-ગુડ રેસ્ટોરા સીલ કરી છે. તેમજ મણિનગર જલારામ પરોઠા હાઉસને ક્લોઝર નોટિસ ફટકારી છે. તથા બોડકદેવમાં અંકલ ડોનાલ્ડ પિત્ઝાને નોટિસ સાથે રૂપિયા 15 હજારનો દંડ આપ્યો છે.
અમદાવાદની કેટલીક રેસ્ટોરામાં જતા હોય તો સાવધાન રહેજો
અમદાવાદની કેટલીક રેસ્ટોરામાં જતા હોય તો સાવધાન રહેજો. કારણ કે તેના ખાદ્ય પદાર્થના નમૂના ફેલ થયા છે. જેમાં મણિનગર રિયલ પેપરિકાને નોટિસ, 15 હજારનો દંડ વસૂલાયો છે. તથા મણિનગરમાં રિયલ પેપરિકામાંથી ગાર્લિક પેસ્ટના સેમ્પલ લેવાયા છે. સેમ્પલ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે. તેમજ પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ ન હોવાને કારણે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરની ઘી-ગુડ રેસ્ટોરા સીલ કરાઇ તથા અન્ય ત્રણ પાસેથી દંડ વસૂલાયો છે.
એએમસીના હેલ્થ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
જલારામ પરોઠા હાઉસમાંથી દાળ અને મન્ચુરિયનના નમૂના લેવાયા
મણિનગર જલારામ પરોઠા હાઉસમાંથી દાળ અને મન્ચુરિયનના નમૂના લઈ એકમને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. અમદાવાદમાં બ્રાન્ડેડ કંપની સમજીને તમે જ્યાં પિત્ઝા ખાવા જઈ રહ્યા છો ત્યાં પણ હવે પિત્ઝામાં જીવાત નીકળી રહી છે. અગાઉ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા લા પિનોઝના પિત્ઝામાં જીવાત નીકળવાની ઘટના બની હતી. તેમજ એલિસબ્રિજ વિસ્તારમાં લા પિનોઝ પિત્ઝામા જીવજંતુઓ નીકળ્યા હોવાની ઘટના બની હતી. એક યુવક તેના અન્ય મિત્રો સાથે અહી પિત્ઝા ખાવા માટે ગયો હતો. ત્યારે પિત્ઝા બોક્સ ખોલતા તેમાંથી નાના-નાના જીવડા નીકળ્યા હતાં. જેને લઈને યુવકે ત્યાંના સ્ટાફને ફરિયાદ કરી હતી. જેથી તેમણે તાત્કાલિક પિત્ઝા પરત લઈ લીધો હતો અને ભૂલનો સ્વીકાર કર્યો હતો.