સવારે ઉઠતાની સાથે જ થાય છે માથાનો દુખાવો? જાણો લક્ષણો અને ઉપાય


- માથામાં દુખાવો થવાના અનેક કારણો છે, પરંતુ માઈગ્રેનમાં મોટાભાગે ખુબ જ માથુ દુખે છે. ક્લસ્ટર માથાનો દુખાવો આંખોની ચારેબાજુ થાય છે અને તેમાં સખત માથુ દુખે છે.
જો રાતે સારી ઉંઘ આવી જાય તો સવારે એકદમ ફ્રેશ ફીલ થાય છે, પરંતુ ઘણી વખત સાતથી આઠ કલાકની ઉંઘ લીધા પછી પણ સવારે માથુ ભારે ભારે લાગે છે. તેના કારણે આખો દિવસ થાક અને માથાનો દુખાવો અનુભવાય છે. તેની અસર તમારા કામ અને સ્વભાવ બંને પર પડે છે. સાથે સાથે એનર્જી ઘટવા લાગે છે અને ચિડિયાપણું આવે છે. તમને દિવસભર થાક અનુભવાય છે. સવારે ઉઠીને માથુ દુખી રહ્યુ હોય તો તેને ઈગ્નોર ન કરો. તેની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. જાણો સવારે ઉઠતાવેંત માથુ દુખવા પાછળ કયા કારણો જવાબદાર હોય છે.
માથાના દુખાવાના શું છે કારણો?
માથામાં દુખાવો થવાના અનેક કારણો છે, પરંતુ માઈગ્રેનમાં મોટાભાગે ખુબ જ માથુ દુખે છે. ક્લસ્ટર માથાનો દુખાવો આંખોની ચારેબાજુ થાય છે અને તેમાં સખત માથુ દુખે છે. જો તમને સાઈનસ કે કોઈ ઈન્ફેક્શન હશે તો માથું, આંખ અને નાકમાં દુખાવો થશે. તેટલાક લોકો એવા છે જેમને ચારથી નવ વાગ્યાની વચ્ચે દુખાવો થાય છે. તેનું કારણ અપુરતી ઉંઘ હોઈ શકે છે. સંશોધનો કહે છે કે જે લોકોને સવારના સમયે માથુ દુખે છે તેમને ઉંઘની સમસ્યા હોઈ શકે છે.
સવારના સમયે માથાનો દુખાવો થવાના કારણ
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે સવારના સમયે માથાનો દુખાવો થવા પાછળ અનેક કારણો હોય છે. જો તમને ડિહાઈડ્રેટની સમસ્યા હોય તો સવારે માથાનો દુખાવો થઈ શકે છે. ઘણી વખત રાતે ડ્રિંક કરવાના કારણે પણ સવારે માથુ ભારે ભારે લાગે છે. જો દિવસભર તમે લાંબા સમય સુધી તડકામાં રહેશો, તો બીજા દિવસે માથાનો દુખાવો થઈ શકે છે. ઘણી વખત સ્ટ્રેસ અને ઉંઘ ન આવવાના કારણે પણ સવારે માથુ ભારે લાગે છે.
ઉંઘ સંબંધિત ડિસઓર્ડર
કેટલીક બાબતોમાં વ્યક્તિને ઉંઘ સાથે જોડાયેલી સમસ્યા થતી હોય છે, તેના લીધે માથુ દુખવા લાગે છે. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર મગજમાં જે ભાગ ઉંઘને કન્ટ્રોલ કરે છે, તે માથાના દુખાવાને પણ કન્ટ્રોલ કરે છે. જો કોઈ કારણોસર તમારો એ ભાગ ડિસ્ટર્બ થઈ જાય તો માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે.
આ પણ વાંચોઃ સુકો મેવો કેમ જરૂરી? રોજ ખાવાનું વારંવાર કેમ કહેવાય છે?