ટ્રેન્ડિંગમનોરંજન

ખિસ્સામાં 300 રૂપિયા લઈને નીકળ્યો હતો, આજે એક ફિલ્મથી કમાય છે 200 કરોડથી વધુ!

  • રોકિંગ સ્ટાર યશ ખિસ્સામાં 300 રૂપિયા લઈને પોતાના પેશન સાથે ઘરેથી તો નીકળી ગયો.  માતા પિતાએ મુકેલી શરત પણ સામે હતી, પાછા ફરવું ન હતું, હવે શરૂ થઈ સંઘર્ષગાથા

દરેક વ્યક્તિના જીવનમાં એક કહાણી હોય છે. ફિલ્મ જગતમાં સફળતાના શિખરે બિરાજમાન થયેલા કલાકારોની પણ એક સંઘર્ષગાથા હોય છે, કોઈની મહેનત રંગ લાવે છે તો કોઈની કિસ્મત દગો કરી જાય છે. આજે વાત કરીએ એક એવા કલાકારની જેણે પોતાનાં સપનાં જોયાં અને પૂરા પણ કર્યા, પોતાના દમ પર એક અલગ ઓળખ બનાવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બેસ્ટ એક્ટરમાં સામેલ પણ થયો. અહીં વાત થઈ રહી છે ભારતીય સિનેમાના રોકિંગ સ્ટાર યશ વિશેની. તેને રોકિંગ સ્ટારનું બિરુદ મળી ચૂક્યું છે. તેની કરિયર ખૂબ જ સંઘર્ષવાળી રહી ચૂકી છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે આજે રોકિંગ સ્ટારનું બિરુદ મેળવી ચૂકેલો યશ ખિસ્સામાં 300 રુપિયા લઈને ઘરમાંથી નીકળી ગયો હતો, એ પણ અભિનેતા બનવાના સપના આંખોમાં આંજીને.

બાળપણથી હતું એક્ટર બનવાનું પેશન

કર્ણાટકના હાસનના એક ગામમાં જન્મેલા યશનું બાળપણ એક સામાન્ય મધ્યમ વર્ગના પરિવારમાં વીત્યું હતું. તેના પિતા પબ્લિક બસ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર હતા, જ્યારે માતા ગૃહિણી હતી. યશ નાનપણથી જ એક્ટર બનવા માંગતો હતો અને પોતાનું સપનું પૂરું કરવા માટે અભ્યાસ છોડી દેવા તૈયાર હતો. જોકે, માતા-પિતાના આગ્રહથી તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો. યશના માતા-પિતાની ઈચ્છા ન હતી કે તેમનો પુત્ર ફિલ્મોમાં કારકિર્દી બનાવે. તેઓ ઈચ્છતા હતા કે તેને સરકારી નોકરી મળે, પરંતુ 16 વર્ષની ઉંમરે તેમણે યશને તેના સપનાને પૂરા કરવાની મંજૂરી આપી દીધી. યશે આ દરમિયાન બેંગલુરુમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાનું નક્કી કર્યું હતું. તે જ સમયે, માતા-પિતાએ અભિનેતા સમક્ષ એક શરત પણ મૂકી હતી કે જો તે ઘરે પરત ફરશે તો તેને બીજી તક આપવામાં આવશે નહીં.

kgf Yash-HDNEWS

દૈનિક વેતન પર કામ કર્યું

યશ જે પ્રોજેક્ટ પર કામ કરવા બેંગલુરુ આવ્યો હતો તે બે દિવસ પછી કેન્સલ થઈ ગયો હતો. તે સમયે અભિનેતાના ખિસ્સામાં માત્ર 300 રૂપિયા હતા. યશ હિંમત ન હાર્યો અને બેંગલુરુમાં જ રહેવાનું નક્કી કર્યું. આ સમય દરમિયાન, કામની શોધમાં તે નાટ્યકાર બી.વી. કારંતની નાટક મંડળીમાં જોડાયો અને દૈનિક વેતન પર બેકસ્ટેજ વર્કર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

જો કે, તેનું નસીબ બદલાતા લાંબો સમય ન લાગ્યો, પહેલા તે બેકઅપ એક્ટર બન્યો અને પછી ખૂબ જ જલ્દી નાટકમાં મુખ્ય અભિનેતા બની ગયો. ત્યારબાદ યશે ટેલિવિઝનની દુનિયામાં પ્રવેશ કર્યો અને ઉત્તરાયણ સિરિયલમાં કામ કર્યું. રસપ્રદ વાત એ છે કે, યશ તેની પત્ની રાધિકા પંડિતને પણ પ્રથમ વખત પોતાના ટીવીના વર્ષો દરમિયાન જ મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Yash (@thenameisyash)

યશની KGF સુધીની સફર

યશ થોડા સમયમાં ટીવીની દુનિયાનો એક જાણીતો ચહેરો બની ગયો હતો અને તેણે સારી કમાણી પણ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ તેના માતા-પિતા પણ તેની સાથે બેંગલુરુ આવ્યા હતા. જો કે ત્યાં સુધી તો અભિનેતાને ફિલ્મોમાંથી પણ ઓફર મળવા લાગી હતી, પરંતુ સ્ક્રિપ્ટ વાંચવાના તેના આગ્રહને કારણે તે લોકોને ઘમંડી લાગવા લાગ્યો હતો. 2007 માં, અભિનેતાએ કન્નડ સિનેમામાં ફિલ્મ ‘જંબાડા હુડુગી’ માં સહાયક ભૂમિકા ભજવીને ડેબ્યૂ કર્યું. આ સિવાય તેણે મોગિના મનસુ, મોડાલાસાલા, લકી, ગુગલી અને અન્ય ઘણી ફિલ્મોથી ખ્યાતિ મેળવી લીધી. 2018 માં, યશે ફિલ્મ ‘KGF: ચેપ્ટર 1’ માં રાજા કૃષ્ણપ્પા ભૈયા ઉર્ફે રોકીની ભૂમિકા સાથે કન્નડ સિનેમા ઉદ્યોગનો ચહેરો જ બદલી નાખ્યો. KGF ફિલ્મ સીરીઝની સફળતાએ યશને પેન ઈન્ડિયન સ્ટાર બનાવી દીધો. KGF: Chapter 1 અને KGF: Chapter 2 ની સફળતાએ અભિનેતાને ખૂબ જ ફેમ અપાવી. આજે યશ એક ફિલ્મમાંથી 200 કરોડ કરતા વધુ કમાણી કરે છે.

આ પણ વાંચોઃ અનંત-રાધિકાનું યોજાશે બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન, જાણો ક્યાં થશે ફંક્શન

Back to top button