ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

તેને મારામાં નહીં પણ છોકરામાં રસ છે! બોક્સર સ્વીટી બુરાએ પતિ દીપક પર લગાવ્યા ગંભીર આરોપ

Text To Speech

હિસાર, 27 માર્ચ 2025: ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બુરાએ ફરી એકવાર પોતાના પતિ વિશે મોટો દાવો કર્યો છે. એક વીડિયો જાહેર કરીને, તેમણે ખુલાસો કર્યો છે કે તેમના પતિ દીપક હુડા, જે ભારતીય કબડ્ડી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન છે, તે ગે છે અને તેને “અકલ્પનીય” કામો કરવા મજબૂર કરે છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોમાં, ભાવુક સ્વીટી બોરા રડતા અને કહેતા જોવા મળે છે કે તેમણે દીપકને અન્ય પુરુષો સાથે સમલૈંગિક કાંડ કરતા જોયા છે.

સ્વીટી બુરા કહે છે, “જ્યારે મેં આ વીડિયો જોયા ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમને છોકરાઓમાં રસ છે. મારી પાસે વીડિયો પુરાવા છે કે દીપક ગે છે અને હું આ બધું કોર્ટમાં રજૂ કરીશ. હું ઇચ્છતી હતી કે બધું શાંતિથી ઉકેલાય, પરંતુ તે માણસ માનતો નથી. મારામાં મારા માતાપિતાને આ બધું કહેવાની હિંમત પણ નહોતી, પરંતુ હવે મને સોશિયલ મીડિયા પર આ બધું કહેવાની ફરજ પાડવામાં આવી રહી છે.”

આ નવા વીડિયોમાં, બુરાએ એમ પણ કહ્યું કે તે એક સરળ છૂટાછેડા માંગે છે અને તેણે તેની પાસેથી એક પણ પૈસો માંગ્યો નથી. તેમણે કહ્યું, “તે મારા પૈસા હતા જે મેં ખર્ચ્યા હતા, મેં ક્યારેય તેની પાસે એક પણ પૈસો માંગ્યો નહીં. જ્યારે અમે 2015 માં પહેલી વાર મળ્યા હતા, ત્યારે તેમના ઘરમાં શૌચાલય પણ નહોતું. મેં તે સમયે ઘણા મેડલ જીત્યા હતા, પરંતુ તે મારા જેટલો સફળ નહોતો. જો હું તેની સંપત્તિ પાછળ હોત, તો શું હું તેની સાથે રહેવા માટે સંમત થઈ હોત?”

અહીં ઉલ્લેખનિય છે કે, આ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં સ્વીટી બોરા પોલીસ સ્ટેશનની અંદર દીપક હુડ્ડા પર હુમલો કરતી જોવા મળી હતી. બોરાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ તેને માર માર્યો હતો અને દહેજની માંગણી કરી હતી. આ ઘટના 15 માર્ચે બે પ્રખ્યાત ખેલાડીઓ વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના જંગ દરમિયાન બની હોવાનું કહેવાય છે. આ દંપતીએ 2022 માં લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો: બે અઠવાડીયા બાદ દેશની જનતાને મળશે મોટી ખુશખબર, લોનના હપ્તા ફરી એક વાર ઘટશે!

Back to top button