અમદાવાદ: શહેરમાં રહેતી એક પરિણીત યુવતીને તેના પરિચિત એક આધેડે ઘરમાં ઘૂસીને છેડતી કરી છે. આધેડ ઘરમાં ઘૂસીને યુવતીના ગાલ પકડી લીધા હતા બાદમાં તેને ફ્લાયિંગ કિસ કરી હતી જે બાદ આધેડે પેન્ટની ચેન ખોલીને ચેનચાળા પણ કર્યા હતા. જેથી યુવતી ધક્કો મારતા આધેડ નાસી ગયો હતો જે મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
એકલતાનો લાભ લઇ રાજુ ઘરમાં ઘુસી ગયો
શહેરના પથ્થર કુવા વિસ્તારમાં 23 વર્ષીય પરિણીત યુવતી પતિ તથા સાસુ, સસરા અને તેના બાળક સાથે રહે છે. યુવતી બપોરે ઘરે હાજર હતી ત્યારે તેમના પરિવારનો પરિચિત રાજુ ઉર્ફે અડ્ડા નામનો આધેડ તેની પાસે આવ્યો હતો. રાજુએ યુવતીના ઘર પાસે આવીને તેના સાસુ વિશે પૂછ્યું ત્યારે સાસુ ના હોવાનું કહેતા રાજુ જતો રહ્યો હતો. જે બાદ 15 મિનિટ બાદ ફરીથી રાજુ આવ્યો હતો અને યુવતીના ધ્યાન બહાર યુવતીના ઘરમાં ઘૂસી આવ્યો હતો. યુવતી રસોડામાં રોટલી બનાવી રહી હતી ત્યારે અચાનક જ પાછળથી રાજુ આવ્યો અને યુવતીના બંને ગાલ પકડી લીધા હતા.
પેન્ટની ચેન ખોલી લાજ લેવાના ઈરાદાથી ચેનચાળા કર્યા
રાજુએ યુવતીના ગાલ દબાવીને ફ્લાયિંગ કિસ આપી હતી. રાજુએ આ બાદ કાંડા ઘડિયાળ બતાવી હતી અને યુવતીને કહ્યું કે તારા સારા માટે લાવ્યો છે. આટલું કહીને રાજુએ ઘડિયાળ યુવતીના જમણા હાથમાં મૂકીને હાથનો સ્પર્શ કર્યો હતો. યુવતીએ કહ્યું કે, તમે મારા બાપની ઉંમરના છો તો રાજુએ પેન્ટની ચેન ઉતારી યુવતીની લાજ લેવાના ઈરાદાથી બીભત્સ ચેનચાળા કરવાના શરૂ કર્યા. યુવતીએ રાજુને ધક્કો મારી દીધો હતો. ઘરની બહાર નીકળવા પ્રયત્ન કર્યો હતો તે પહેલાં રાજુ જ ઘરની બહાર નીકળી ગયો હતો. આ અંગે યુવતીએ સસરા અને પતિને જાણ કરીને કારંજ પોલીસ સ્ટેશન પહોંચીને રાજુ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.