HDFC બેંકના ગ્રાહકોને મોટો ફટકો, આજથી EMI મોંઘા, જુઓ-કેટલા રેટ વધ્યા?
HDFC બેંકે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. જો તમારું પણ આ બેંકમાં ખાતું છે અને તમે લોન લીધી છે તો તમારી EMI વધુ વધવાનો છે. બેંકે આજથી MCLRના દરમાં વધારો કર્યો છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની બેઠકના પરિણામો પહેલા જ HDFC બેંક એ આ વધારો કર્યો છે.
35 બેસિસ પોઈન્ટનો વધારો
HDFC બેંકે MCLR રેટમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. HDFC બેંકના નવા દરો 7મી જૂન એટલે કે આજથી અમલમાં આવી ગયા છે. આજથી લોન લેનાર તમામ ગ્રાહકોની EMI વધી ગઈ છે.
નવા દરો શું છે?
બેંકની વેબસાઈટ અનુસાર, ગ્રાહકોને રાતોરાત લોનનો દર આજથી 7.15 ટકાથી વધીને 7.50 ટકા થઈ ગયો છે. તો આ સિવાય, એક મહિનાનો MCLR દર વધીને 7.55 ટકા, 3 મહિનાનો MCLR દર 7.60 ટકા અને 6 મહિનાનો દર વધીને 7.70 ટકા થયો છે.
HDFC બેંકના નવા દર
ઓવરનાઈટ – 7.50 ટકા
1 મહિનો – 7.55 ટકા
3 મહિના – 7.60 ટકા
6 મહિના – 7.70 ટકા
1 વર્ષ – 7.85 ટકા
2 વર્ષ – 7.95 ટકા
3 વર્ષ – 8.05 ટકા
અગાઉ ઘણી બેંકોએ પણ દરમાં કર્યો છે વધારો
આ સિવાય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક અને કોટક મહિન્દ્રા બેંકે પણ MCLRના દરમાં વધારો કર્યો છે. ગયા મહિને RBIએ અચાનક રેપો રેટમાં વધારો કર્યો હતો, ત્યારબાદ તમામ બેંકોએ MCLRના દરમાં વધારો કર્યો હતો.