ગુજરાતટોપ ન્યૂઝ

HD Exclusive : મહાઠગ ‘કિરણ પટેલ’, પાવર બ્રોકર છે (હતો) !

Text To Speech

મહાઠગ કિરણ પટેલને ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત લાવી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં કિરણ પટેલ વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. કિરણ પટેલને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજરાતમાં અલગ અલગ ગુનાઓ આચર્યા હોવાનું કહી ગુજરાત લાવવામાં આવ્યો છે. મહાઠગ અગાઉ કેટલાય ગુના કરી ચૂક્યો હોવા છતાં તેના પર કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી ન હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અગાઉ ગુનાઓ કર્યા હોવા છતાં પણ તે રાજકીય રીતે પહોંચેલો હતો માટે તેને ગુનાઓ કર્યા હોવા છતાં તેનો વાળ પણ વાંકો વળી શક્યો ન હતો.

આ પણ વાંચો : શું હવે ગુજરાતમાં દારૂબંધીની પુનઃ સમીક્ષા કરવાનો સમય પાકી ગયો છે ? તમારું શું માનવું છે ?
HD Exclusive - Humdekhengenews સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કિરણ પટેલ પર અગાઉ જે પણ આરોપો મૂકવામાં આવ્યા હતા તે બધા માટે તે એકલો જ જવાબદાર ન હતો, તેની પડખે વગદાર લોકો પણ હતા જેમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ પણ તેણે સાથ આપતા હતા. આ મહાઠગ પર અગાઉ જે પણ આરોપો લાગ્યા તે જગજાહેર હતું, અને આ જ કિરણ પટેલ દ્વારા કોરોનામાં સરાહનીય કામગીરી કરવા બદલ સૌ કોઈએ તેણે બિરદાવ્યો પણ હતો. જેના પુરાવા લાગતા વળગતા લોકોની સત્તાવાર સોશિયલ મીડિયા અને વેબસાઇટ પર આજે પણ ઉપલબ્ધ છે.

આ સમગ્ર (કાશ્મીર એટલું જ નહિ, ‘કિરણ પટેલના ઉદ્ભવ’) મામલે ઘણા મોટા માથાઓ પણ સામેલ છે પણ મહાઠગ કિરણ એક એવો મોહરો છે (હતો) કે જે એક પાર્ટી (માણસ અથવા સંસ્થા) ને બીજી પાર્ટી સાથે મિટિંગ કારવવાનું કામ કરતો હતો. જેમાંથી તે કેટલા રૂપીયા કામતો હતો તે સ્પષ્ટ કહી શકાય તેમ નથી પણ શુદ્ધ ભાષામાં કહી શકાય કે તે એક ‘પાવર બ્રોકર’ છે (હતો). હાલ આ મહાઠગ ગુજરાત આવી ચૂક્યો છે ત્યારે આગળ શું કાર્યવાહી થશે તેના પર કિરણ પટેલના સાથીદાર અને ભોગ બનેલા પીડિતો (જે હજુ સુધી સામે આવ્યા નથી), સૌ કોઇની નજર મંડરાયેલી છે.

Back to top button