લોકસભા 2024ની ચુંટણીની તૈયારીઓ દેશમાં શરૂ થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પોતાના ગજા પ્રમાણે મહેનત કરી રહી છે. 2024 માટે ભાજપ પાસે ચુંટણી લડવા માટે બહુ મોટો મુદ્દો છે જ્યારે વિપક્ષ અદાણી મુદ્દે સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે. સોશિયલ મીડિયાથી લઈ સંસદ સુધી વિપક્ષ ફક્ત અદાણી મુદ્દે જ સરકાર પર પ્રહારો કરી રહ્યું છે જયારે આમ આદમી પાર્ટી અદાણી અને પીએમ મોદીની ડિગ્રીને લઈને સરકાર અને ભાજપ પર પ્રહારો કરી રહી છે.કોંગ્રેસ પાર્ટીની વાત કરવામાં આવે તો કોંગ્રેસ સતત અદાણી મુદ્દે સોશિયલ મીડિયા, સંસદ અને મીડિયા સમક્ષ અદાણી મામલે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. અદાણી મુદ્દે સરકાર પર પ્રહાર કરવામાં પણ કોંગ્રેસના આંગળીના વેઢે ગણાય એટલા જ નેતાઓ વિરોધ કરી રહ્યા છે. દેશના રાજ્યોની વાત કરવામાં આવે તો એમ પણ ખૂબ જ ઓછા રાજ્યો છે જે રાહુલ ગાંધીના આ અદાણી મુદ્દાને અનુસરતા હોય. ગુજરાતની જ વાત કરવામાં આવે તો ગુજરાતમાં તો કોંગ્રેસ હવે બિલકુલ મારવા પડી હોય તેવી સ્થિતિ છે ત્યારે કોંગ્રેસ માટે 2024 ની ચુંટણી ખૂબ જ પડકાર વાળી બની રહેશે તેમાં કોઈ બે મત નથી.બીજી તરફ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અગાડીની સરકાર છે જેમાં શિવસેના(ઉદ્ધવ ગ્રુપ), એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન વાળી સરકાર છે. એનસીપીના નેતા શરદ પવારે હમણાં જ એક ખાનગી ન્યૂઝ ચેનલને ઇંટરવ્યૂ આપ્યું હતુ જેમાં તેઓ સતત ગૌતમ અદાણીનો બચાવ કરી રહ્યા હતા ત્યારે હવે પ્રશ્ન એ છે કે શું રફેલની જેમ અદાણી મુદ્દો પણ ચુંટણી આવતા ગાયબ થઈ જશે કે.. અગાઉ રાહુલ ગાંધી સતત સવારકનો ઉલ્લેખ પોતાના દરેક ભાષણ અને મીડિયામાં કરી રહ્યા હતા જે બાદ શિવસેના(ઉદ્ધવ ગ્રુપ)એ વાંધો ઉઠાવ્યો હતો. બાદમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે સંજય રાઉતે બંધ બારણે મિટિંગ કરી સાવરકર બાબતે સમાધાન કર્યું હતું.
આ પણ વાંચો : HD Exclusive : મહાઠગ ‘કિરણ પટેલ’, પાવર બ્રોકર છે (હતો) !
દેશભરના વિપક્ષના નેતાઓ એકબીજાને એક થવા માટે મને-કમને મનાવી રહ્યા છે જ્યારે બીજી તરફ વિપક્ષમાં કોઈ જ એકતા ન હોય તે હાલની પરિસ્થિતિએ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મમતા બેનરજી પણ અગાઉ રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપી ચૂક્યા છે. કોંગ્રેસના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી ખૂબ જ જિદ્દી (પોતાના નિર્ણયો માટે) સ્વભાવના છે, જે પોતાની અદાણીની વાત પર અડગ રહેશે. હવે કોંગ્રેસ આગામી સમયમાં તમામ વિપક્ષ સાથે જશે કે એકલા હાથે ચુંટણી લડશે તે તો આવનાર સમય જ બતાવશે.