ગુજરાતમાં બહુ ચર્ચિત સ્ટેટ મોલીટરીંગ સેલના ઉચ્ચ અધિકારી સહિતના પોલીસકર્મીઓના ફોન ટ્રેક મામલે ગુજરાત હાઈકોર્ટે કોન્સ્ટેબલોની અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે આરોપીઓના ગંભીર ગુનાઈત કૃત્ય અને કાવતરાની મોડેસ ઓપરેન્ડીની ટીકા કરી હતી. હાઈકોર્ટે કડક વલણ અપનાવતા એક આરોપીએ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.ભરુચ લોકલ ક્રાઈમ બ્રાંચના બે પોલીસ કોન્સ્ટેબલો દ્વારા પોલીસ ઉચ્ચ અધિકારીઓના મોબાઈલ ફોન ટ્રેક કરવાના મામલે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. આ બંને કોન્સ્ટેબલોએ તેમની વિરુદ્ધ ફરિયાદ રદ્દ કરવા માટે અરજી કરી હતી જેનો હાઈકોર્ટે સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. અગાઉ રાજ્ય સરકારે પણ આ બંને કોન્સ્ટેબલોની અરજીનો વિરોધ કર્યો હતો. આ બંને કોન્સ્ટેબલો પર એક વર્ષથી લઈ આજીવન કેદની સજાની જોગવાઈઓ કરતી કલમો ફરિયાદમાં દાખલ કરાવામાં આવી છે. ભરુચ એલસીબીની ટેક્નિકલ સર્વેલન્સમાં રહેલા બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી લાખો રુપિયા લઈને બુટલેગરોને પોલીસના લોકેશનની માહિતી આપવાનું કાંડ કર્યુ હતું.
આ પણ વાંચો : ભરૂચ : જાસૂસી કાંડમાં સૌથી મોટો ખુલાસો, જાણો કેટલી વાર કરી જાસૂસી ?
રાજ્યમાં જાસુસીકાંડનો આ સૌથી મોટો ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. ભરુચના બે કોન્સ્ટેબલ ઉચ્ચ અધિકારીઓના ફોનને ટ્રેક કરીને દરોડા પૂર્વે જ બુટલેગર અને કેમીકલ માફિયાઓને દરોડાની માહિતી આપતા હતા. આ કેસમાં દક્ષિણ ગુજરાતના કુખ્યાત બુટલેગર ચકા ઉપરાંત 20 જેટલા બુટલેગરો, 10 જેટલા લોકલ કોમીકલ માફિયા માટે છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી આ ભ્રષ્ટ કોન્સ્ટેબલો કામ કરી રહ્યા હતા અને હપ્તા પેટે લખો રૂપિયા મેળવતા હતા.