ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં મસ્જિદો પર લાઉડસ્પીકરથી અઝાન પર પ્રતિબંધની માગ HCએ ફગાવી

Text To Speech
  • હાઇકોર્ટે મસ્જિદો પર લાઉડસ્પીકરથી અઝાનને લીલીઝંડી આપી હતી
  • અઝાનના કારણે ધ્વનિ પ્રદૂષણની બાબત માનવાનો પણ ઇન્કાર કર્યો
  • રિટ અરજીમાં કોઇપણ પ્રકારની દરમ્યાનગીરી કરવાનો સાફ ઇન્કાર

ગુજરાતમાં મસ્જિદો પર લાઉડસ્પીકરથી અઝાન પર પ્રતિબંધની માગ HCએ ફગાવી છે. આ મામલે યોગ્ય સત્તાવાળા સમક્ષ રજૂઆત કરવા હાઈકોર્ટનો નિર્દેશ છે. કોઈ બંધ કરાવતું નથી, તેવી દલીલ થતાં કોર્ટે કહ્યું કે તે હસ્તક્ષેપ નહીં કરે. તથા રિટ અરજીમાં કોઇપણ પ્રકારની દરમ્યાનગીરી કરવાનો સાફ ઇન્કાર કર્યો છે.

હાઇકોર્ટે મસ્જિદો પર લાઉડસ્પીકરથી અઝાનને લીલીઝંડી આપી હતી

મસ્જિદો પર લાઉડસ્પીકરથી અઝાન પર પ્રતિબંધ ફરમાવવા દાદ માંગતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજી ગુજરાત હાઇકોર્ટે ફ્ગાવી દીધી હતી. હાઇકોર્ટે મસ્જિદો પર લાઉડસ્પીકરથી અઝાનને લીલીઝંડી આપી હતી. હાઇકોર્ટે અરજદાર પક્ષની મસ્જિદો પર અઝાન માટે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવાની માંગણી ગ્રાહ્ય રાખી ન હતી. હાઇકોર્ટે આ જાહેરહિતની રિટ અરજીમાં કોઇપણ પ્રકારની દરમ્યાનગીરી કરવાનો સાફ્ ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે જણાવ્યું હતુ કે, આ સમગ્ર મામલે રાજય સરકારના સત્તાવાળાઓ સમક્ષ જાઓ, તેઓને યોગ્ય લાગશે તો બંધ કરાવશે. જો કે, અરજદારપક્ષ તરફ્થી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું કે, તેઓએ પોલીસ સહિત સરકારના સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ વારંવાર રજૂઆત અને ફરિયાદ કરી છે પરંતુ કોઇ પગલાં લેવાયા નથી, તેથી તેમણે હાઇકોર્ટમાં પીઆઇએલ કરી છે.

અઝાનના કારણે ધ્વનિ પ્રદૂષણની બાબત માનવાનો પણ ઇન્કાર કર્યો

જો કે, હાઇકોર્ટે તે ગ્રાહ્ય રાખવાનો ઇન્કારત કરતાં જણાવ્યું કે, આ મામલામાં અદાલતની દખલગીરી ન્યાયોચિત જણાતી નથી. વળી, અરજદાર પક્ષ દ્વારા મસ્જિદો પર અઝાન માટે સીમિત સમય માટે લાઉડ સ્પીકર વગાડવાની બાબતના કારણે ધ્વનિ પ્રદૂષણનો વિષય અરજદારપક્ષ યોગ્ય રીતે પુરવાર કરી શકયા નથી. હાઇકોર્ટે દસ મિનિટ કે તેથી ઓછા સમય માટે લાઉડ સ્પીકર પર થતી અઝાનના કારણે ધ્વનિ પ્રદૂષણની બાબત માનવાનો પણ ઇન્કાર કર્યો હતો. અરજદાર દ્વારા મસ્જિદો પર લાઉડસ્પીકર મારફ્તે અઝાનના કારણે ધ્વનિ પ્રદૂષણ અને ભારે અડચણ ઉભી થતા હોવાના મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા.

Back to top button