ટ્રેન્ડિંગનેશનલમીડિયા

મોહમ્મદ ઝુબેરને “જેહાદી” કહેવા બદલ માફી માગવા જગદીશ સિંહને હાઈકોર્ટનો આદેશ

Text To Speech
  • જગદીશ સિંહે બે મહિના સુધી તેમના X હેન્ડલ ઉપર માફી રાખવી પડશે
  • મોહમ્મદ ઝુબેરને એ માફીના ટ્વિટને કોઇપણ રીતે રિટ્વિટ ન કરવા કોર્ટની તાકીદ

નવી દિલ્હી, 22 ઓગસ્ટ, 2024: મોહમ્મદ ઝુબેરને “જેહાદી” કહેવાનું કોઈ જગદીશ સિંહ નામના વ્યક્તિને ભારે પડ્યું છે. દિલ્હી હાઈકોર્ટે જગદીશ સિંહને ઝુબેરની માફી માગવા જણાવ્યું છે એટલું જ નહીં પરંતુ એ માફી સિંહના X હેન્ડલ ઉપર ઓછામાં ઓછા બે મહિના રાખવા નિર્દેશ આપ્યો છે.

આ કેસની સુનાવણી દરમિયાન જજ અનુપ જયરામ ભંભાણીએ ટિપ્પણી કરી કે સિંહ જેવા લોકોને સોશિયલ મીડિયા પર પ્રતિબંધિત કરી દેવા જોઈએ.

2020માં સિંહે ઝુબેર વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરીને તેને જેહાદી કહ્યો હતો. તેના જવાબમાં ઝુબેરે સિંહના પરિવારનો ફોટો ટ્વિટ કરી દીધો હતો જેમાં જગદીશ સિંહની પૌત્રી પણ દેખાતી હતી. તેને પગલે ઝુબેર વિરુદ્ધ પોક્સો કાયદા હેઠળ એફઆઈઆર નોંધાઈ હતી.

પછીથી દિલ્હી પોલીસે કોઈ અગમ્ય કારણસર એવું તારણ કાઢ્યું કે તેમને ઝુબેર વિરુદ્ધ કોઈ અપરાધ લાગતો નથી. અદાલતના નિર્દેશથી પોલીસે ત્યારબાદ સિંહની પૂછપરછ કરી હતી અને કહ્યું હતું કે તેના (ઝુબેરના) ટ્વિટથી કોઈ ભય કે જોખમ હોય એવું લાગતું નથી અને તેથી પોલીસ તેની વિરુદ્ધ કેસ આગળ વધારતી નથી.

આ મામલામાં જગદીશ સિંહને ઝુબેરની માફી માગવાની સૂચના આપીને કોર્ટે કહ્યું કે, જગદીશ સિંહ જે માફીનું ટ્વિટ કરે તેને ઝુબેર સીધી કે આડકતરી રીતે રિટ્વિટ કરી નહીં શકે, એટલું જ નહીં પરંતુ એ માફીનો હવે પછી કોઈ ફોજદારી કે સિવિલ કેસ પણ ઝુબેર કરી શકશે નહીં.

આ પણ વાંચોઃ સુધા મૂર્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલઃ રક્ષાબંધન અંગે ખોટી માહિતી ફેલાવવાનો એડવોકેટે મૂક્યો આરોપ

Back to top button