HBD Sidharth Malhotra: કિયારા અડવાણી પહેલાં કોના પ્રેમમાં હતો આ અભિનેતા
બોલિવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા આજે 38મો બર્થડે મનાવી રહ્યા છે. હાલમાં તેનું નામ અભિનેત્રી કિયારા અડવાણી સાથે જોડાયુ છે. આ બંને કલાકારો તેમના લગ્નને લઈને સતત ચર્ચામાં છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ચાહકો બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે. કિયારા પહેલાં આ અભિનેતાનું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાઈ ચક્યું છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાને બોલિવૂડનો હેન્ડસમ હંક માનવામાં આવે છે. તેની ફિમેલ ફેન્સની સંખ્યા પણ વધુ છે, જોકે છોકરીઓ તેની પર મરે છે, પરંતુ તે અન્ય અભિનેત્રીઓ પર મરતો આવ્યો છે. શું તમે જાણો છો કે કિયારા અડવાણી પહેલાં કઈ અભિનેત્રીઓ સાથે સિદ્ધાર્થ પ્રેમમાં રહી ચૂક્યો છે.
અગાઉ સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ આલિયા ભટ્ટ સાથે જોડવામાં આવ્યું છે. મીડિયાના સુત્રોની વાત માનીએ તો બંને એકબીજાને ડેટ પણ કરી ચૂક્યા છે. વર્ષ 2017માં તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા. આ બંનેએ સ્ટુડન્ટ ઑફ ધ યરથી ડેબ્યુ કર્યું હતું.
સિદ્ધાર્થનું નામ તારા સુતરિયા સાથે પણ જોડાઈ ચૂક્યું છે. બંનેએ ફિલ્મ ‘મરજાવાં’માં સાથે કામ કર્યું હતું. બંનેએ એકબીજા પર ક્રશ હોવાની વાત પણ કરી હતી, પરંતુ બાદમાં બંનેએ કહ્યું હતું કે તેમની વચ્ચે એવું કંઈ નથી.
વર્ષ 2017માં આવેલી ફિલ્મ ‘અ જેન્ટલમેન’માં સિદ્ધાર્થ સાથે જેકલીન ફર્નાન્ડિસ હતી. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેમના અફેરના સમાચાર તે સમયે આવ્યા હતા. જો કે, બંનેમાંથી કોઈએ ક્યારેય આ વિશે વાત કરી નથી.
ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થનો જન્મ 16 જાન્યુઆરી 1985ના રોજ દિલ્હીમાં થયો હતો. અહીંથી જ તેણે પ્રારંભિક શિક્ષણ અને કૉલેજ શિક્ષણ મેળવ્યું હતું. આ પછી તેણે મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. સિદ્ધાર્થે પોતાના અંગત ખર્ચને પહોંચી વળવા માટે આ વ્યવસાય પસંદ કર્યો હતો. સિદ્ધાર્થે આ ક્ષેત્રમાં ઘણું નામ કમાયુ અને ત્યારબાદ તેણે બોલિવુડની દુનિયામાં આવવાનું નક્કી કર્યું.
સિદ્ધાર્થે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ શરૂ કરતા પહેલા એક એડમાં પણ નસીબ અજમાવ્યું હતું. બહુ ઓછા લોકો જાણતા હશે કે સિદ્ધાર્થ વર્ષ 2008માં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવાનો હતો. આ ફિલ્મનું નામ હતું ‘ફેશન’. જોકે મોડેલિંગ મેગેઝિન સાથેના કરારને કારણે તેનું સપનું સાકાર ન થઇ શક્યુ. આ પછી પણ તેનો ફિલ્મો પ્રત્યેનો જુસ્સો ઓછો ન થયો અને તેણે પ્રયાસ ચાલુ રાખ્યો. એક દિવસ તેને સફળતા મળી.