T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

 HBD KING KOHLI : વિરાટનાં જન્મદિવસ પર જાણો તેનાં કેટલાક રસપ્રદ રેકોર્ડ્સ અને તથ્યો વિશે

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આજે એટલે કે 5 નવેમ્બરે તેનો 34મો જન્મદિવસ ઉજવશે. વિરાટ કોહલી ક્રિકેટનો એવો સ્ટાર છે જેની જેમ દરેક વ્યક્તિ ચમકવા માંગે છે. દરેક ક્રિકેટ ખેલાડી વિરાટ કોહલીની જેમ ક્રિકેટ કરિયર બનાવવા માંગે છે. વિરાટ એક સારા બેટ્સમેન કરતાં વધુ સારો ફિટ એથલીટ છે. તેની ફિટનેસથી તેણે માત્ર ભારતીય ક્રિકેટ ટીમમાં જ બદલાવ લાવ્યો નથી, પરંતુ તેની ફિટનેસની વિશ્વ ક્રિકેટમાં પણ મોટી અસર પડી છે. જો કે, વિરાટ કોહલીએ બેટિંગમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આજે અમે તમને તેના દ્વારા બનાવેલા કેટલાક રસપ્રદ રેકોર્ડ્સ અને તથ્યો વિશે જણાવીશું.

Virat Kohli - Hum Dekhenge News (1)
Virat Kohli
  1. કોહલી એકમાત્ર એવો ભારતીય ટેસ્ટ કેપ્ટન છે જેણે વિદેશમાં બેવડી સદી ફટકારી હોય. તેણે આ કારનામું વેસ્ટ ઈન્ડિઝ સામે કર્યું હતું.

  1. વિરાટનું નીક નેમ ચીકુ છે. તેને આ નામ દિલ્હીના પૂર્વ કોચ અજિત ચૌધરીએ જ્યારે તે દિલ્હી રણજી ટીમમાં જોડાયો ત્યારે તેણે આપ્યું હતું.

  1. વિરાટ કોહલી 2011ના વર્લ્ડ કપ પહેલા પણ વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂક્યો છે. વાસ્તવમાં 2008માં તેની કેપ્ટનશિપમાં ભારતે અંડર-19 ટીમે વર્લ્ડ કપ જીત્યો હતો.

  1. વિરાટનો મનપસંદ ખોરાક મટન બિરયાની અને તેની માતા સરોજ કોહલીનાં હાથની ખીર છે.

  1. કોહલી એકમાત્ર ભારતીય કેપ્ટન છે જેણે ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં જીત મેળવી છે.

  1. વિરાટ કોહલી ફૂટબોલ પ્રેમી છે, અને તે ઈન્ડિયન સુપર લીગ (ISL) માં રમે છે તે FC-ગોવા ટીમનો પણ સહ-માલિક છે.

  1. વિરાટ કોહલી સતત 3 વર્ષ સુધી ODI ક્રિકેટમાં 1000 થી વધુ રન બનાવનાર ચોથો ક્રિકેટર છે. કોહલી પહેલા સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર અને ધોનીએ આ કારનામું કર્યું હતું.

  1. કોહલી દિલ્હીના ઉત્તમ નગર વિસ્તારમાં મોટો થયો હતો અને તેના પડોશીઓ તેને ક્રિકેટ રમતા જોતા હતા. તેઓ વારંવાર તેને એવી ક્લબમાં જોડાવા માટે સૂચન કરતા હતા જે યોગ્ય વ્યાવસાયિક ક્રિકેટ તાલીમ આપે છે. તેના પડોશીઓ તેને ખૂબ જ સપોર્ટ કરતા હતા. તેથી જ તેના પિતાએ તેને 9 વર્ષની ઉંમરે દિલ્હી ક્રિકેટ એકેડમીમાં પ્રવેશ અપાવ્યો હતો.

  1. કોહલી ફ્રાન્સથી આયાત કરાયેલ એવિયન નેચરલ સ્પ્રિંગ વોટર જ પીવે છે જેની કિંમત 600 રૂપિયા પ્રતિ લીટર છે.

  1. વિરાટ કોહલી ટેનિસ ટીમ UAE રોયલ્સ અને બેંગ્લોર વોરિયર્સનો માલિક છે.

  1. વિરાટ કોહલી વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે 15 ઓવરની ટી-20 મેચમાં સદી ફટકારી છે.

  1. વિરાટ કોહલી ત્રણ વખત ‘વિઝડન લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ’ રહી ચૂક્યો છે. વિઝડન વિશ્વની સૌથી જૂની ક્રિકેટ રેકોર્ડ બુક છે. યુકે સ્થિત ક્રિકેટ બુકને ‘ક્રિકેટનું બાઇબલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેને સૌથી પ્રતિષ્ઠિત ક્રિકેટ પુસ્તક માનવામાં આવે છે. દર વર્ષે વિઝડન સમગ્ર 12 મહિનાના પ્રદર્શનના આધારે વિશ્વના અગ્રણી ક્રિકેટરોની પસંદગી કરે છે.

  1. કોહલી એકમાત્ર એવો ક્રિકેટર છે જેને એક વર્ષમાં ICC ક્રિકેટર ઓફ ધ યર, ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર અને ODI ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે. તેને ICC પ્લેયર ઓફ ધ ડિકેડ (2010-19) તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.

  1. જ્યારે તે માત્ર 23 વર્ષનો હતો ત્યારે તેને વર્ષ 2012માં ICC ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેમણે અર્જુન એવોર્ડ, પદ્મશ્રી અને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ પણ જીત્યા છે.

  1. વિરાટ ICC રેન્કિંગમાં ભારતીય બેટ્સમેન દ્વારા ટેસ્ટમાં સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી છે. તેણે ટેસ્ટમાં (937 પોઈન્ટ), વનડેમાં (911 પોઈન્ટ), અને T20માં (897 પોઈન્ટ) રેટિંગ પોઈન્ટ બનાવ્યા છે.
Virat Kohli - Hum Dekhenge News
Virat Kohli
  1. કોહલીએ પાકિસ્તાન સામે એક પણ ટેસ્ટ મેચ રમી નથી.

  1. એક સમયે કોહલી T20 ઓલરાઉન્ડરોની યાદીમાં પણ તે 10માં નંબર પર હતો.

  1. જ્યારે પણ ભારતે સફળતાપૂર્વક 350થી વધુ રનનો લક્ષ્યાંક આપ્યો છે, ત્યારે કોહલીએ સદી ફટકારી છે. આવું 3 વખત થયું છે.

  1. કોહલીએ 3 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.

  1. કોહલી પોતાના બેટ પર MRF નો લોગો લગાવે છે તે એમઆરએફ કંપની દર વર્ષે તેને 12 કરોડ આપે છે. આ ડીલ 2025 સુધીની છે.
Back to top button