હરિયાણા ચૂંટણીઃ આ સીટ પર ભાજપના ઉમેદવારની માત્ર 32 મતથી થઈ જીત
અંબાલા, તા.9 ઓક્ટોબરઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીના ગઈકાલે પરિણામો જાહેર થયા હતા. હરિયાણાની ઉચાના કાલા બેઠક પરથી ભાજપના ઉમેદવારની માત્ર 32 મતથી જીત થઈ હતી. 17 રાઉન્ડ સુધી ચાલેલી રસાકસીપૂર્ણ મત ગણતરી બાદ તેઓ વિજેતા જાહેર થયા હતા.
હરિયાણા ચૂંટણીમાં ઉચાના કાલા વિધાનસભા સીટ પર બીજેપીના ઉમેદવાર દેવેન્દ્ર ચતર અત્રીની જીત ઐતિહાસિક છે. તેમણે બે રજકીય દિગ્ગજ પરિવારોને હરાવ્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર બ્રજેન્દ્ર સિંહને હાર આપી હતી. જ્યારે આ સીટ પરથી જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલા પાંચમા સ્થાન પર રહ્યા હતા. દેવેન્દ્ર ચતર અત્રીને 48,968 વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બીરેન્દ્ર સિંહને 48,936 વોટ મળ્યા હતા. ત્રીજા ક્રમે રહેલા અપક્ષ ઉમેદવાર વીરેન્દ્ર ઘોગરિયાન રહ્યા હતા. તેમને 31,456 મત મળ્યા. 5મા સ્થાને રહેલા દુષ્યંત ચૌટાલાને માત્ર 7950 મત મળ્યા હતા.
કરોડપતિ છે દેવેન્દ્ર ચતર અત્રી
દેવેન્દ્ર ચતર અત્રીના એફિડેવિટ પ્રમાણે, તેમની પાસે 2.50 લાખ રૂપિયા કેશ છે. તેમના બેંક ખાતામાં 10.45 લાખ જમા છે. વાર્ષિક આવકે 12,08,440 રૂપિયા છે. તેમની સામે કોઈ ગુનો નોંધાયેલો નથી. આ ઉપરાંત તેમણે 1.50 કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટ કર્યુ છે. દેવેન્દ્ર અત્રી પાસે એક ક્રેટા કાર અનેએક ટ્રેક્ટર પણ છે.
દેવેન્દ્ર પાસે 150 ગ્રામ સોનું છે, તેમની પત્ની પાસે 150 ગ્રામ સોનાના ઘરેણા છે. દેવેન્દ્ર અત્રી માથે 1.36 કરોડ રૂપિયાનું દેવું પણ છે તેમની ચલ સંપત્તિ આશરે2 કરોડ રૂપિયા છે, જ્યારે તેમના પત્નીની ચલ સંપત્તિ 60 લાખ રૂપિયા છે.
હરિયાણામાં ભાજપે નોંધાવી જીતની હેટ્રિક
હરિયાણા વિધાનસભા ચૂંટણીની 90 સીટમાંથી ભાજપે 48 બેઠક પર ભગવો લહેરાવ્યો હતો. જેની સાથે સતત ત્રીજી વખત કોઈ એક પાર્ટીએ ચૂંટણી જીતી હતી.કોંગ્રેસને 37, આઈએનએલડીને 2 તથા અપક્ષને 3 બેઠક મળી હતી.
પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહી આ વાત
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું, ‘કોંગ્રેસ સતત જુઠ્ઠાણા ફેલાવી રહી હતી પરંતુ જનતાએ તેમના જુઠ્ઠાણાને ફગાવી દીધા. સરકારની કાર્યકારી નીતિઓ અને સિદ્ધિઓને જનતાએ સ્વીકારી છે… આ પોતાનામાં એક રેકોર્ડ છે કારણ કે હરિયાણામાં ત્રીજી વખત કોઈ પાર્ટીએ સરકાર બનાવી નથી. હરિયાણામાં ભાજપે ત્રીજી વખત સરકાર બનાવી છે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર ચૂંટણીઃ આતંકી અફઝલ ગુરુના ભાઈને NOTA થી પણ ઓછા મત મળ્યા