તમે મફત રાશન લીધું છે? તો હવે આ લાભ પણ મળશે….


જો તમે પણ કેન્દ્ર અથવા રાજ્ય સરકારની યોજના હેઠળ મફત રાશન લીધું છે, તો હવે તમને મોટો ફાયદો થશે. સરકાર તરફથી તેના વિશે જાણકારી આપવામાં આવી છે. હવેથી અંત્યોદય રેશનકાર્ડ ધારકોને મફત રાશનની સાથે-સાથે મફત સારવારની પણ સુવિધા મળશે.
સરકાર ચલાવી રહી છે અભિયાન
તમને જણાવી દઈએ કે સરકારે નિર્ણય લીધો છે કે તમામ અંત્યોદય કાર્ડ ધારકોની મફત સારવાર માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવશે. આ માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: લિન્ક્ડઈને તેના સૌથી પોપ્યુલર 20 અભ્યાસક્રમને ફ્રી કરી દીધા !
ઘણા કેન્દ્રો પર મળી રહી છે આ સુવિધા
સરકાર દ્વારા ઘણા કેન્દ્રો પર આ સુવિધા આપવામાં આવી રહી છે, જેમાં તમે રેશન કાર્ડ બતાવીને જન સુવિધા કેન્દ્રમાં આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકો છો. યોગી સરકારે કહ્યું છે કે તેણે અંત્યોદય કાર્ડ ધારકોના આયુષ્માન કાર્ડ બનાવવાનો આદેશ આપ્યો છે. આ અભિયાન જિલ્લા કક્ષાએ ચલાવવામાં આવી રહ્યું છે.