વર્ક આઉટ કરીને સારી બોડી બનાવવાનું સૌ કોઈને ગમે છે. પણ ખાસ વાત એ છેકે તેના માટે ઘણી ધીરજની જરૂર પડે છે. જો કે લોકો જીમમાં જઈને વર્કઆઉટ કરે છે, પરંતુ કેટલાંક લોકો વિચિત્ર રીતે જીમ કરતા પણ જોવા મળે છે. શું તમે ક્યારેય કોઈને હેલિકોપ્ટરથી લટકીને વર્કઆઉટ કરતા જોયા છે? ખરેખર, હાલમાં જ એક આવો જ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે, જેને જોઈને તમે પણ એક મિનિટ માટે ચોંકી જશો. વીડિયોમાં બે માણસો ઉડતા હેલિકોપ્ટરમાં લટકીને વર્કઆઉટ કરતા જોવા મળે છે. જેના કારણે બંનેના નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયા છે.
હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે વ્યક્તિ હેલિકોપ્ટર પર લટકીને હવામાં પુલ-અપ્સ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તેમનો વીડિયો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા જ શેર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં અર્જેન આલ્બર્સ અને સ્ટેન બ્રાઉની નામના બે યુટ્યુબર્સે એન્ટવર્પ બેલ્જિયમમાં હોવેનેન એરફિલ્ડમાં પુલ-અપ્સ કરવાનો અગાઉનો રેકોર્ડ તોડ્યો છે. વાયરલ વીડિયોમાં તમે જોશો કે કેવી રીતે ફિટનેસ ઈન્ફયુલેન્સર હેલિકોપ્ટરથી લટકીને 25 પુલ-અપ્સ કર્યા પછી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવે છે.
આ પણ વાંચો : હેન્ડલૂમ ડે કેવી રીતે થયો શરૂ ?
વીડિયોમાં જોવા મળતાં આલ્બર્સ પહેલા પ્રયત્ન કરે છે અને હવામાં ફરતા હેલિકોપ્ટરમાંથી 24 પુલ-અપ્સ કરે છે, જ્યારે સ્ટેન બ્રાઉની એક મિનિટમાં 25 પુલ-અપ્સ કરે છે. તમને જણાવી દઈએ કે આ બંનેએ પહેલા આર્મેનિયન સીરિયલ રેકોર્ડ બ્રેકર રોમન સહરાદિયનનો રેકોર્ડ તોડ્યો હતો અને જેના નામે 23 પુલ-અપ્સ હતા.
તમને જણાવી દઈએ કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે પોતાના યુટ્યુબ હેન્ડલ પર આ રેકોર્ડબ્રેક સિદ્ધિનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે, ‘બ્રાઉનીના છોકરાઓ એક મિનિટમાં હેલિકોપ્ટરથી લટકતો સૌથી ઉંચો પુલ જોવા માટે સ્પર્ધા કરે છે. કોણ કરી શકે? ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં જણાવવામાં આવ્યું હતું કે, તેમના જીવનના સૌથી લાંબા સમય સુધી, સ્ટેન અને અર્જેને તેમની ક્ષમતાઓની મર્યાદા અને તેમની સખત તાલીમની અસરકારકતાનું પરીક્ષણ કર્યું હતું, માત્ર જૂના વર્લ્ડ રેકોર્ડને તોડવામાં તેઓ સફળ થયા છે.